Posts

ક્યારેય ના વાંચ્યું હોય એવું કંઈક - Something you have Never Read

Image
  ઈશ્વરમાં અડગ શ્રદ્ધા બેટા, આજે અમે ડાકોર જઇયે છીયે..તારે આવવું છે ?  મેં પિન્ટુ ને કીધું.... પિન્ટુ બોલ્યો ભગવાન તો  સર્વશ્વ છે...તો મંદિરે  જવું જરૂરી છે ? (આજના બધાજ ફોટાઓ એ એક વિશેષ માહિતી છે - આ આર્ટિકલ / બ્લોગ ફોટો માહિતી માટેજ છે) હું પિન્ટુ ની બાજુ માં બેસી ગયો... બેટા તારી કાર ના ટાયર માં હવા ઓછી થઈ ગઈ હોય.........તો તું ભરાવવા ક્યાં જાય છે ? હવા ભરાવવાની દુકાને..પિન્ટુ બોલ્યો.. કેમ હવા તો સર્વશ્વ છે..છતાં દુકાને જ કેમ ? પિન્ટુ મારી સામે જોઈ રહ્યો....... મને લાગે છે, તને તારા સવાલ નો જવાબ મળી ગયો લાગે છે. બેટા... ટાયર માં હવા ઓછી થાય ત્યારે હવા ભરવાની દુકાને જવું પડે... એવી જ રીતે દરેક વ્યક્તિ માં  સમયે સમયે જરૂર કરતાં વધારે હવા ભરાઈ જતી હોય છે..ત્યારે તે હવા માં ઉડવા લાગે છે...આ હવા એટલે ઘમંડ..આ ઘમંડ રૂપી હવા ને વખતો વખત ઓછી કરવા મંદિરે જવું પડે. હવા નું યોગ્ય લેવલ નહિ સાચવો તો ટ્યૂબ કે ટાયર  ફાટવા ની પુરી શક્યતા છે. એવીજ રીતે દરેક વ્યક્તિઓ  અસંખ્ય  દુર્ગુણો થી ભરેલ હોય છે..આ દુર્ગુણો રૂપી...

રાજકારણના ચશ્માં - Specticles of Politics : The Indian Politics & People

Image
"તમે  - તમારી અંદર" બિચારો નાગરિક.. કેટલી ચિંતાઓ.. કોરોના, શુશાંત, ચાઇના, મોદી, રાહુલ કે મીડિયા.. વાત શું વિચારવા જેવી છે..એ મુદ્દો જ વિસરી ગયો અને ભારત દેશનો નાગરિક હમેશાની જેમ બીજાની ભલાઈ માં લાગી ગયો..સાચું કહીયે તો ચચુંપાટ માં ફસાઈ ગયો...  ભારતનો મોટો વર્ગ કાને સાંભળેલી વાતોને વેગ આપી જેને જેને જે જોઈતું હતું એ ચર્ચાઓ અને મુદ્દાઓ તરફ વળી ગયો. ચિંતા સાચે શુ છે એ વિષય અવગણતાં બધાજ આજે રાજનીતિના વિશેષજ્ઞ બની બેઠા છે.શુશાંત આત્મહત્યા કરી કે હત્યા..જાણવું અને ન્યાય મળવો જોઈએ એ લાગણી સ્વાભાવિકપણે હોવીજ જોઈએ પણ શુ એની આડ માં બીજી તકલીફોને ઢાંકવામાં આવી એ દેખાયું.? સત્તા પરની સરકારના વિરૃધ્ધ માં હાલમાં બહોળા પ્રમાણમાં જનતા નથી.. અને જોઈએ તો આજ જનતા..પણ ઘરમાં બેસે છે ત્યારે ચર્ચા તો પરોક્ષ રીતે એના વિરોધની જ કરે છે.જેમકે.. પેટ્રોલ 80 રૂપિયા થઈ ગયું લા.. નોકરી છે કયા..ને મળે છે ત્યાં પગાર કેટલો..શોષણ છે લા.. કોરોના ના સાચા આંકડાં તંત્ર સંતાડે છે યાર.. હોસ્પિટલો લૂંટફાટ કરી રહી છે..મારા મિત્રનું 3 દિવસ નું બીલ.. બોડી માંથી અવયવો કાઢી લે છે એમ સાંભળ્યું છે.. સ્કૂલો ની દાદ...

ગરીબ મોત : અમીર મોત - The Richh Deathh & Poorr Deathh

Image
 અહી તમે,અમે,આપણે એમ ઘણા બધા આવીએ છે.અને જતા રહીએ છે. જન્મ અને  મૃત્યુ સ્વરૂપે....       સચિન તેંદુલકર, અમિતાભ બચ્ચન, ધીરુભાઈ અંબાણી અને અઝીમ પ્રેમજી જેવા ઘણા ઘણા નામો જીવનમાં આવે છે, જે આપણી વચ્ચેતો આવ્યા પણ...ગયા નહિ, અને લાંબા સમય સુધી જશે પણ નહિ.  રોહિતભાઈ, નટુભાઈ, વિશાલકુમાર, વગેરે વગેરે નામ સાંભળ્યા હશે. ઘણા બધાના હોય છે.પણ...આ કોણ છે.કોઈ ધંધાદારી,ખૂની,અભિનેતા...? કોણ છે? આ પ્રશ્ન નો જવાબ “કોણ” જ રહેશે... કારણ કે તેઓ આવ્યા તેવા ગયા તેમનું કોઈ વજૂદ કે નામ એવું નથી કે જે આપણી વચ્ચે રહી શકે.      બસ,અહી સામાન્ય મનુષ્ય ન રહેવાનું દબાણ કર્યું છે. આપણે સાંભળ્યું છે...કે, “ ખુદ કો કર ઇતના બુલંદ કે, ખુદા તુજકો પૂછે તેરી મરજી ક્યાં હે. ”      અને બીજું હું કહું છું કે..., “ ખુદ હી કો બુલંદ કર હિમાલય કી તરહ, કી હિમાલય તુજસે પૂછે અબ ઉતરેગા કેસે? “ પણ હિમાલય પોતે આપણાને પૂછે એટલા બુલંદ તો થવું પડે ને...! સમાજમાં કેટલા લોકો છે જે પોતાનું નામ મૃત્યુ બાદ પણ જીવતુ રાખી શકે છે.      ધર્મ, કર્મ, ...

શુ તમારા ઘરમાં પણ આવુજ છે? - Is your House like this..?

Image
 “At Haven Garden Visit” – “સ્વર્ગીય બાગની મુલાકાત” – ક્યાં..?      ઇટોની ચાર દીવાલથી બનાવ્યુ મકાન,એ મકાનને આપણે બનાવ્યું ઘર અને આ ઘરને બધાએ મળીને બનાવ્યું મંદિર. જીવનનું પગથીયું પ્રથમ હોય કે અંતિમ પગલું,પડશે તો ઘરમાં જ પડવાનું છે ને!      આપણું ઘર એજ ‘મંદિર. દુનિયાનો છેડો એટલે ઘર, જીવ આવે ત્યારે ઘરમાં અને જાય ત્યારે ઘરમાં – તો શું ઘર સ્વર્ગ જેવું નથી? આપણી દુનિયા, આપણું સુખ-દુઃખ, આપણે અને આપણા છેલ્લે મળે છે તો અહી જ.  વિશ્વની વાત આવે તો આપણે આપણા દેશને પહેલા ગણીએ, રાજ્યની વાત આવે તો આપણું રાજ્ય અને તેમજ આપણું શહેર, આપણું ગામડું, આપની શેરી, અને આપણું ઘર – આમ પ્રથમ તો આપણા નિવાસસ્થાનને જ મહત્વ અપાય છે ને. ચાર દીવાલ ઉભી કરવા માટે લોકો શું નથી કરતા હોતા, જીંદગી જુગાર છે છતાં તે પત્તા ઉપાડી આ વિસામો બાંધી સંતોષ મેળવે છે. જ્યાં થામો નાખો પણ રાતે તો ઘરની યાદ આવે જ છે ને. મન, મકાન અને જોરુ જીંદગીમાં એકજ વાર બનાવાય, (જોકે હવે તો તે પણ જેટલી વાર કરવું હોય તો થાય છે.)      આવો, જાવ, મળીશું, ચાલોને, રહીશું, રોકાઈ જાવ ને, નથ...

વાંચો,સત્ય એ છે કે આપણે મરી જવાના છે - The Truth is that We will Die.

Image
The Truth is That – We will Die.. મૃત્યુ આવ દોસ્ત,  તને જરા થામી લઉં જિંદગીમાં કરી મજા બહુ, આજે તેનો  હિસાબ કરી લઉં.” સત્ય....!  સત્ય તો એજ છે કે આપણે એક દિવસ મરવાના...      શું તમે કદી વિચાર્યું છે કે તમે ક્યારે મરવાના છો, પાછળ ફરી જોયું કે કેટલું જીવ્યા? કેટલી જલ્દી જીવન પતી ગયું તે જોયું તમે? અને બાકીની જીંદગી કેટલી બાકી રહી? થોડા સમય પછી તમારા નામનું અસ્તિત્વ પણ નહિ હોય,તમારી ત્રીજી પેઢીને તમારું નામ પણ નહિ ખબર હોય,તમારા છોકરા ના છોકરાઓ ને તમારા  મા બાપ વિશે કંઈજ ખબર નહિ હોય અને એમના છોકરાઓ માટે તમે કોણ હશો, તમે નામશેષ થઇ જશો. ગણતરી કરી જુઓ. જવાબ હું આપું – તમે ક્યારે મરશો : કાલે,  આપણે કશું જીવ્યા નથી અને સાચી વાત છે કે કશું જીવી શકવાના પણ નથી ફટફટ આ દિવસો જશે, મહિના, વર્ષો અને આપણે બાળકમાંથી જવાન, જવાનીમાંથી ઘડપણમાં પ્રવેશી જઈશું, કઇજ ખબર નહી પડે. આપણે કોઈક એ બનાવેલ રમકડા છે-જે આવશે કઈક ભેગું કરશે, પેદા કરશે અને બધું મૂકી જતું રહેશે,જિંદગી જીવવા માટે આપણાને આવા શોખરૂપી કામ આપી દીધા છે જેથી આપડે આપડા ૬૦-૭૦-૮૦ વર્ષો કાઢી લઈએ, અ...

જુઓ ભગવાન અહીં રહે છે. - Look The God is staying Here..

Image
"THE GOD" “That something; Which you can’t describe nor define; Which you cannot see ; But the existence of which You cannot deny, and Which rightly attracts you.. Is “divinity” or “GOD” “  એવું કઈક, કે જે તમે વર્ણન કે વ્યાખ્યાયીત નથી કરી શકતા  કે જે તમે જોઈ નથી શકતા  પણ કે જેની હાજરી તમે નકારી શકતા નથી, તમને કઈક સારું કરવા ઉશ્કેરવામાં મદદરૂપ છે કે જેને તમે મુકર નથી કરી શકતા,  અને કે જે સીધી રીતે તમને આકર્ષે છે  જે “દૈવત્વ “કે “પ્રભુ” છે. પ્રભુ, ભગવાન, ઈશ્વર કે અલ્લાહ કે પછી હોય ઈશુખ્રીસ્ત...      આ દરેક શબ્દ, પ્રભુ આપણા જગના જુદા-જુદા લોકોના શબ્દ છે જે પોતાના વિશ્વાસ અને સંતોષ,સુખ- દુઃખ અને લાગણીની પૂરી પડે છે.      ઈશ્વર એક વિશ્વાસ ટકાવી રાખવાનું ચોક્કસ સ્થળ છે. “ God ” એક એવો શબ્દ છે કે જે ચોક્કસ સજીવ માટે નથી, જેને કોઈએ જોયો નથી,પ્રત્યક્ષ રીતે સંતોષ્યો નથી,અનુભવ્યો નથી. પ્રભુને અનુભવવો, નિહાળવો, મદદ લેવી દરેક શબ્દ ધ્યાન પૂર્વક જોઈએ તો તે પરોક્ષ રીતે છે. અને પ્રત્યક્ષ ન થાય તેનેજ પ્રભુ કે ઈશ્વરનું નામ/કામ મળેલ છે. ...