Future of Earth : પૃથ્વીનું ભવિષ્ય !
મિત્રો પૃથ્વી નું ભવિષ્ય એટલે આપણું ભવિષ્ય. એક નવું એકટીવા લઈએ ત્યારે મસ્ત ચાલે, ટાયર નવા, શીટ નવી, એન્જિન નવું. બધું ફસ્ટ કલાસ પણ જેમ જેમ વર્ષો વીતે એટલે એનો વપરાશથી ઘસારો થાય અને ટાયર બોડીયા થાય, એન્જિન માં તકલીફ, શીટ ફાટે, સાઈડલાઈટ બંધ વગેરે વગેરે, એવુંજ શરીર. દાત રોજ ચાવ ચાવ કરે એટલે એક સમયે નબળા બને, ગુટણ ચાલી ચાલી ઘસાઈ,આખો રોજ વાપરો એટલે નબળી બને. પહેલા બધું ખવાય પણ ધીમે ધીમે એસિડિટી, ગેસ વગેરે વગેરે. જેમ કપડાં નવા લાવીએ તો મસ્ત અને પહેરીએ એમ જુના. બસ એવુંજ છે કઈક. જન્મ લઈએ ત્યારે બધું તાજ્જુ મેનુફેક્ચર થયેલું છે એટલે સરસ લાગે અને 60 વર્ષે ચામડી માં કરચલીઓ. વિચારો આ પૃથ્વી જેનો આપણે સતત ઉપયોગ કરીએ છે તો એનું શું? સામે એની સર્વિસ કે દવા તો કરતા નથી તો શુ થશે એનો હાલ, મારા હિસાબે અને વિચારે હું પૃથ્વી આવતા વર્ષો માં શુ કરશે કે શું થશે એ જણાવું. લોકો ઘરે ઘરે ખેતી કરશે. જેમ હાલ વસવાટના નામે જંગલો, જમીનો, ખેતીનો નાશ થઈ રહ્યો છે એ મૂજબ આવનાર વર્ષો માં લોકો પોતાનું પોતે પકવી ખાવું પડશે. પહેલા ની જેમ જેની પાસે ખેતી કરવા જગ્યા નહીં હોય એ વસ્તુ ના બદલા માં અનાજ લેશે....
Comments
Post a Comment