EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam
EVM ની પોલ ખોલ.. ઇ.વી.એમ. VS બેલેટ ? કે બીજું કંઈક.. ઇલેક્શન પતે અને ગણતરી થાય એટલે બધે આવા મેસેજ મળે કે ઇ.વી.એમ માં ગડબડ..પણ પકડાય નહિ..ચોરી થઈ છે કંઈક એમ બધા કહે પણ રસ્તો ના મળે, કે શું કરવું. મુંજવણ છે કે EVM ને સાચું ગણવું કે ગફ્લેબાજ.? તો ઘણા પાસે ઘણા અલગ અલગ તુક્કાઓ અને આઈડિયા પણ હોય કે આમ ચેક કરો, તેમ કરો.. બસ એમજ આજે EVM ની પોલ ખોલ માટે એક રસ્તો વિચાર્યો તો આવો નવો વિચાર આવ્યો. બેલેટ ચૂંટણી? EVM ચેકિંગ? ના....ના... ઘણા લોકો EVM પર આક્ષેપ કરે છે કેમકે એમને પરિણામ પર શંકા છે પણ સાચું શુ છે એ માટે મુંજવણ.. ખરેખર તો બેલેટ દ્વારા ઇલેક્શન કરવામાં આવે તો પ્રક્રિયા બહુંજ લાંબી થઈ જાય અને પછી ત્યાં પણ એમજ વાતો થાય કે ગણતરી કરનાર જે તે પક્ષ તરફી હતા, ગણતરી કરનારાઓ એ ભૂલ કરી છે, બેલેટ હતા એના કરતાં ઉમેરવામાં કે ઘટાડવામાં આવ્યા કે ત્યાંજ નવા સિક્કા મારવામાં આવ્યા. અને બીજું કે આટલી મોટી સંખ્યાની ગણતરી કરવી અઘરી છે. આવામાં જો જે તે ઉમેદવાર રિકાઉંટિંગ કરાવે તો.? બેલેટના ડબ્બા ગાયબ થાય, તૈયાર પેટીઓ મુકાય જાય વગેરે વગેરે.. આ બધું વધુ શંકા પેદા કરી શકે એવ...