આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 1 - This is Next Prime Minister : Part 1
ભાગ 1 એક ફકરા પછી
આપણા નવા વડાપ્રધાન કોણ હશે?
Who is next PM of India, એવો વિચાર બધાને આવે, મને - તમને, અને એમ પણ વિચાર આવે કે આવું કરવું જોઈએ, તેમ થવું જોઈએ. તો...
જો હું વડાપ્રધાન હોઉં તો..
જો હું વડાપ્રધાન હોઉં તો આમ કરી દઉં..તેમ કરી દઉં..
જો.. જો.. માં આખી જિંદગી પંચાત કરવામાં નીકળી જાય અને સાચે જોઈએ તો બધાને એવી તક મળતી નથી, ના બધાં બધું કરી શકે. પણ એનો અર્થ એમ નહિ કે આપણે કોઈ ચર્ચા ના કરી શકીએ. બધામાં બધી આવડત ના હોય પણ અમુક બાબતમાં સમજ હોઈ શકે. બધા ડોકટર, શિક્ષક, એન્જિનિયર, પત્રકાર,બિલ્ડર કે ધંધાદારી નથી બનતા પણ અમુક બાબતમાં જ્ઞાન હોય છે અને ઉપયોગી નીવડે એવી સલાહ હોય છે. નુકકડ પર ચા પીતા પીતા પણ ઘણીવાર આપણને લોકો વિશેષ, અલગ અને ઉપયોગી સલાહ આપતા હોય છે કે દેશમાં આમ થવું જોઈએ કે તેમ કરવું જોઈએ. દરેક પોતાના કામમાં પારંગત હોય છે પણ એ સિવાય બીજા ક્ષેત્રમાં જાણકારી હોય છે. તમે વોટ આપો છો, જે તે દેશમાં જીવન જીવો છો, તો પ્રત્યક્ષ અનુભવના આધારે રાજનીતિ, દેશ નીતિ, વહીવટનો ખ્યાલ આવે છે જેનું કારણ તમારો અનુભવ છે, તમે અનુભવેલી તકલીફ માંથી તમે કઈક શીખો છો, અને એ તકલીફને દૂર કરવા વિચારો છો અને એમાજ તમને જે તે વિષયનું રાજકીય જ્ઞાન કે રસ્તાઓના વિચાર આવે છે. તો જો હું વડાપ્રધાન હોઉં તો.. એમ વિચારી તો શકાય, પણ બની શકાય એ તમારા અનુભવ ઉપર આધાર રાખે છે કે તમે બનો તો શું કરો.બસ એમજ હું પણ કોઈકવાર રાજકીય વિશેષજ્ઞ બની જાઉં છું અને વિચારું છું કે હું ટીકા કરું એના કરતા હું વડાપ્રધાન હોઉં તો શું કરી શકું. અને એના વિશેજ કઈક, વધારે નહીં પણ પાયાના લેવલ એ શું કરી શકું એ વિશે મારા વિચારે ચર્ચા કરું તો...
ભાગ 1
પ્રથમ હું શિક્ષણ મફત કરું. જે ગણિતની ચોપડીની કિમત સરકારી સ્કૂલમાં 20 રૂપિયા છે એજ ચોપડીની કિંમત ખાનગી સ્કૂલમાં જઈને 200 રૂપિયા કઈ રીતે થઈ જાય.? જ્યાં શિક્ષણ નથી ત્યાંનો સમાજ કઈ રીતે સારી નોકરી કે ધંધો કરી આગળ આવશે અને કઈ રીતે ગરીબી દૂર થશે. અભણ કે ઓછું ભણેલા વ્યક્તિને સારી સમજણ નહીં હોય કે નોકરી નહિ હોય તો એનું જીવન ઉંચુ નહિ આવે અને એ અને એની આગળની પેઢી ગરીબી માંથી ઉપર નહિ આવે. એવા ઢગલો દાખલા છે કે જે ગરીબ ઘરના હતા પણ ઉચ્ચ શિક્ષણના લીધે એ પોતે અને એમની આગળની પેઢી આજે સારું જીવન જીવે છે, ભણેલા માણસનું વૈચારિક સ્તર પણ ઉંચુ હોય છે માટે ગુનાખોરી, ઘરના વિખવાદ, આગળ ની પેઢીનું ભવિષ્ય વગેરેમાં ફરક આવે છે. બીજું કે એકજ શિક્ષણને મેળવવા માટે અલગ અલગ ખર્ચ કઇ રીતે થાય. જો હું પ્રધાનમંત્રી હોઉં તો શિક્ષણનું એક સરખું સ્તર અને ખર્ચ નક્કી કરું. તમામ સરકારી સ્કૂલો હું સ્થાનિક ભાષા તથા અંગ્રેજી મીડીયમ સરકારી સ્કૂલો કરું. ખાનગી સ્કૂલમાં મળતી તમામ સુવિધા સરકારી સ્કૂલમાં આપું. કુટુંબ દીઠ એક બાળક સરકારી સ્કૂલમાં ફરજીયાત કરું અને એવાં બાળકના વીમા, નોકરી, સ્વાસ્થ્ય, ઉચ્ચ શિક્ષણ માટેની બાહેદરી આપું. બીજું કે બે સરકારી સ્કૂલને દસ ખાનગી સ્કુલના જવાબદારીમાં લાવું કે એ ખાનગી સ્કૂલના લાઇસન્સ તોજ મળશે કે સ્થાયી રહેશે કે જ્યારે આ દસ ખાનગી સ્કૂલો બે સરકારી સ્કૂલોમાં એટલીજ તમામ સુવિધાઓ આપશે જેટલી એમની સ્કૂલોમાં છે. તમામ ખનગી અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોની પણ તે પોતે ભણાવતા વિષયોની દર વર્ષે પરીક્ષા લઉં જેથી શિક્ષણનું સ્તર જળવાઈ રહે અને વેઠ ના ઉતરે. શિક્ષકોને આવળશે તો બાળકોને આવળશે. ખાનગી સ્કૂલોની ફી ના દર પણ સરકાર નક્કી કરશે. શિક્ષણનો વ્યાપાર ના થાય.
મારા એક સ્કૂલ શિક્ષકના શબ્દો છે કે "આજનું શિક્ષણ અને સ્કૂલોએ શિક્ષણના શોપિંગમોલ છે" જેને જે ભણાવું હોય એ ભણાવે અને જે ફી લેવી હોય એ લે. આજની સ્કૂલો પાસે સ્કૂલ શુ શુ એક્ટિવિટી કરાવશે એનું લિસ્ટ છે પણ એમના કયા વિદ્યાર્થીઓ આજે શુ બન્યા કે સ્કૂલમાં કેટલા ટકા છોકરાઓના કેટલા ટકા આવ્યા કે બીજી સ્કૂલ કરતા શિક્ષણમાં સ્કૂલ કેટલી આગળ છે એનું લિસ્ટ નથી. સરકાર ભણવાનું શુ છે એ સિલેબસ અને નીતિ નક્કી કરે છે પણ ફી ને લગતા કાયદા? પણ હું પ્રધાનમંત્રી તરીકે સંશોધન કરી કાનૂનમાં લાવું.
પ્રધાનમંત્રી હોઉતો મારી પ્રાથમિકતા છે કે દેશ માં બધાજ ભણે, એકસરખું ભણે અને એક સરખી ફી ભરે અને સમાન તક મેળવે.
Article in English
Part 1 after 1 Paragraph
Who will be our new Prime Minister?
Who is the next PM of India, that idea comes to everyone, me - you, and also the idea that it should be done, it should be done. So ...
If I am the Prime Minister. If I am the Prime Minister, then do so .. If they are. If .. If .. If the whole life is passed, everyone can not get a chance, all of them can do everything. But it does not mean that we can not discuss any discussion. There may be no understanding of all the skills in all. All doctors, teachers, engineers, journalists, builder or not in business, have knowledge and have knowledge of some cases and are useful advice. Drinking tea on the damage should often do that people should do so that the country should do so that the country should be done. Each has adept in their own work but there is information in the field. You give a vote, which is living in the country, according to the real experience, the politics, country policy, the concept of the administration, which is your experience, because of your experience, you learn something from the problem you experienced, and think of the distress and the subject you are If I am the prime minister .. If I can be thinking, it can be done, what does your experience depend on what you do. Bus MJ I also become a political brains sometime and think what I can do if I am a Prime Minister than I criticized. And if you discuss my thinking about what can not do anything, but the basic level of basic ...
Part 1
First I will free education. The cost of mathematics book is 20 rupees in government school, the price of the same book is going to private school and how is 200 rupees. Where the society there is not a good job that will be a better job or business and how poverty will be removed. If a lesser joint person does not have a good understanding or not a job, then this life will not be high and it will not be above poverty. There is a pile that was in the poor house, but due to higher education, it is a good life today and the next generation of them, the ideological level of education is also high, for a crime, home dispersion, the further generation of the house, the future etc. Secondly, which way different costs are to get the education. If I am the Prime Minister, then decide a similar level of education and cost.
All government schools I paint local language and English medium government schools. All the facilities found in private schools will be in government school. A child per family compulsory in government school and ensure that the child's insurance, jobs, health, higher education. Second or two government schools will be in the responsibility of ten private schools or the private school licenses will get a job that will settle that when these ten private schools will provide all the facilities in two government schools in their schools. Teachers in all the ensions and government schools, they also examine the topics of teaching themselves every year, so the level of education is maintained and the leads of theireth. If teachers will come to the children.
The rate of fees of private schools will also determine the government. Education of education does not happen. One of my school teacher's words is that "Today's Education and Schools are the shoppingmole of education" and take the fees that they want to teach. Today's schools have a list of schools, but their students have not been the list of how many percent of the boys became today or how many percent of the boys in school are in education. What is the government to study the syllabus and policy, but the laws related to fees? But I bring research as a Prime Minister. Prime Minister is my priority that all the people in the country, alike and gets a similar fee and get the same opportunity.
24
ReplyDelete