મેં ભી ફિલ્મી : I am also Artist
આ જનો દોર ફિલ્મોનો છે, અભિનયનો છે. ફિલ્મો, સિરિયલ, નાટક, વેબસિરિસ, મ્યુઝિક આલ્બમ, રિયાલિટી શૉ, શોર્ટ ફિલ્મો અને તેના વધતા માધ્યમો જેવાકે ટોકીશ, યુ ટ્યુબ, OTT મોબાઇલ એપ્લિકેશન વગેરે વગેરે અને તેમાં વધતા કલાકારો.. ચર્ચા ની વાત આ અતિશય વેગ થી ફેલાતા માધ્યમનો છે કે તેમાં આવતા કલાકારો નો? એકસાથે બહોળા પ્રમાણ માં એકજ ઉદ્યોગ માં વધારો થયો છે એ સાચી પ્રગતિ છે કે ફુગાવો અને કમાણી વધી છે કે ઘટી કે વહેચાઈ ગઈ.? આજે ઘરે ઘરે એકટર, મોબાઇલ કેમેરામેન, લેખક અને અભિનેતા છે. શું આજની જનરેશન ખરેખર નાની વય માં વધુ પ્રતિભાશાળી છે અને વિના અનુભવે આટલી શોર્ટફિલ્મો અને વેબસિરિસ બને છે. આ એક મોટો સવાલ છે અનુભવી કલાકારો ના કામ અને પોતાની જગ્યા ટકાવી રાખવા માટે..જેમ પ્રદર્શિત કરવાના માધ્યમ વધ્યા છે એમ બિનઅનુભવી કહેવાતા કલાકારો નો દબદબો વધ્યો છે અને એ સાથે મનોરંજન ઉદ્યોગ માં ફુગાવો પણ વધ્યો છે. એકસાથે આટલા નવા લેખકો, દિગ્દર્શક આવવાથી જુના, અનુભવીની માંગ ઓછી થયી અને મહેનતાણું પણ ઘટી ગયું. વધતા પ્રદર્શિત માધ્યમો અને મોબાઇલ યુગના લીધે આજની પેઢી જલ્દીથી જોઈ જોઈ શીખવા લાગી અને એમના વિચારો મોબાઇલ દ્વારા ફિલ્માવવા લાગી. આ...
Comments
Post a Comment