આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 2 - This is Next Prime Minister : Part 2


ભાગ 2 એક ફકરા પછી..
નવા વડાપ્રધાન કોણ હશે? 
Who is next PM of India, એવો વિચાર બધાને આવે, મને - તમને, અને એમ પણ વિચાર આવે કે આવું કરવું જોઈએ, તેમ થવું જોઈએ.  તો...
જો હું વડાપ્રધાન હોઉં તો..
જો હું વડાપ્રધાન હોઉં તો આમ કરી દઉં..તેમ કરી દઉં..
જો.. જો.. માં આખી જિંદગી પંચાત કરવામાં નીકળી જાય અને સાચે જોઈએ તો બધાને એવી તક મળતી નથી, ના બધાં બધું કરી શકે. પણ એનો અર્થ એમ નહિ કે આપણે કોઈ ચર્ચા ના કરી શકીએ. બધામાં બધી આવડત ના હોય પણ અમુક બાબતમાં સમજ હોઈ શકે. બધા ડોકટર, શિક્ષક, એન્જિનિયર, પત્રકાર,બિલ્ડર કે ધંધાદારી નથી બનતા પણ અમુક બાબતમાં જ્ઞાન હોય છે અને ઉપયોગી નીવડે એવી સલાહ હોય છે. નુકકડ પર ચા પીતા પીતા પણ ઘણીવાર આપણને લોકો વિશેષ, અલગ અને ઉપયોગી સલાહ આપતા હોય છે કે દેશમાં આમ થવું જોઈએ કે તેમ કરવું જોઈએ. દરેક પોતાના કામમાં પારંગત હોય છે પણ એ સિવાય બીજા ક્ષેત્રમાં જાણકારી હોય છે.   તમે વોટ આપો છો, જે તે દેશમાં જીવન જીવો છો, તો પ્રત્યક્ષ અનુભવના આધારે રાજનીતિ, દેશ નીતિ, વહીવટનો ખ્યાલ આવે છે જેનું કારણ તમારો અનુભવ છે, તમે અનુભવેલી તકલીફ માંથી તમે કઈક શીખો છો, અને એ તકલીફને દૂર કરવા વિચારો છો અને એમાજ તમને જે તે વિષયનું રાજકીય જ્ઞાન કે રસ્તાઓના વિચાર આવે છે. તો જો હું વડાપ્રધાન હોઉં તો.. એમ વિચારી તો શકાય, પણ બની શકાય એ તમારા અનુભવ ઉપર આધાર રાખે છે કે તમે બનો તો શું કરો.
બસ એમજ હું પણ કોઈકવાર રાજકીય વિશેષજ્ઞ બની જાઉં છું અને વિચારું છું કે હું ટીકા કરું એના કરતા હું વડાપ્રધાન હોઉં તો શું કરી શકું. અને એના વિશેજ કઈક, વધારે નહીં પણ પાયાના લેવલ એ શું કરી શકું એ વિશે મારા વિચારે ચર્ચા કરું તો...

ભાગ 2
 કુદરતી આફતો માટેનું રાહત ફંડ, આ એક મુદ્દા પર પણ કાયદો લાવવો જરૂરી છે જો હું વડાપ્રધાન હોઉં તો..
દેશમાં આવતી તમામ કુદરતી આફતો તથા આકસ્મિત ઘટનાઓમાં જે પણ ખર્ચ થાય એ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે છે. એ રકમ હું ધાર્મિક સ્થળોની કમાણી માંથી પુરા કરવાનો કાયદા પર સંશોધન કરું. થોડું અસહ્ય લાગશે પણ વાંચશો તો યોગ્ય લાગશે.
મારા હિસાબે આપણે જે કાંઈ આપણા ધાર્મિક સ્થળોપર દાન, ભેટ કરીયે છે એ આભાર વ્યક્ત કરવા અને આપણી રક્ષા કરવા કે એ દાન કરી એ કર્મના પુણ્ય રૂપે આપણી રક્ષા અને સહાયતા કરવા કરીયે છે. જો હું વડાપ્રધાન હોઉતો તમામ ધર્મના તમામ ધર્મ સ્થળોને ટ્રસ્ટ અંતર્ગત રાખું, એમાં કામ કરતા, સેવા આપનાર તમામનો પગારધોરણ, મહેનતાણુંનો સ્તર નક્કી કરી એમનું વળતરનો  કાયદો શોધું ઉપરાંત ધર્મ સ્થળોનો અન્ય ખર્ચ બાદ કરતાં બાકીની રકમ સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફન્ડમાં જમા થાય અને જે તે ધર્મ સ્થળોના તમામ વ્યવહાર,ત્યાં ના સેવકોના વળતર કે પગારનો હિસાબ, સેવકોની મિલકત એ ત્યાના જ ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા કરી સરકારી ચાર્ટર એકાઉન્ટન્ટ સાથે મળી આ તમામ વહીવટ થાય એવા કાયદાનું સનશોધન કરું. જેથી લોકો દ્વારા આપેલો પૈસો એમનાજ કામ માં આવે. જે રાજ્યમાં જરૂર પડી એ રાજ્યના ખજાના માંથી તમામ ધર્મના આવેલા પૈસા એમની સેવામાં અને પછી ખૂટે તો બીજા રાજ્યની કે કેન્દ્ર માંથી ધાર્મિક સ્થળો દ્વારા આવેલી આવકની મદદ લેવાની. ધાર્મિક સ્થળો પર થતી આવક કેટલી છે એ આજકાલ બધાને ખબર છે પણ એ નથી ખબર કે એ પૈસાનું શુ થાય છે. આજ પૈસા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ ઉપયોગ કરી શકાય.
ટૂંકમાં તમે તમારા ધાર્મિક સ્થળોએ આપેલું દાન કુદરતી આફતો સમયે તમારા માટે વપરાય અને કોઈ વીમા કંપની એમ ન કહે કે "ઇટ્સ એકટ ઓફ ગોડ"

Article in English
Part 2 after one Paragraph

Who will be our new Prime Minister?
 Who is the next PM of India, that idea comes to everyone, me - you, and also the idea that it should be done, it should be done.  So ...
If I am the Prime Minister. If I am the Prime Minister, then do so .. If they are. If .. If .. If the whole life is passed, everyone can not get a chance, all of them can do everything. But it does not mean that we can not discuss any discussion. There may be no understanding of all the skills in all. All doctors, teachers, engineers, journalists, builder or not in business, have knowledge and have knowledge of some cases and are useful advice. Drinking tea on the damage should often do that people should do so that the country should do so that the country should be done. Each has adept in their own work but there is information in the field. You give a vote, which is living in the country, according to the real experience, the politics, country policy, the concept of the administration, which is your experience, because of your experience, you learn something from the problem you experienced, and think of the distress and the subject you are If I am the prime minister .. If I can be thinking, it can be done, what does your experience depend on what you do. Bus MJ I also become a political brains sometime and think what I can do if I am a Prime Minister than I criticized. And if you discuss my thinking about what can not do anything, but the basic level of basic ... 

Part 2

The relief fund for natural disasters, it is necessary to bring the law on this issue, if I am the Prime Minister. If I am the Prime Minister. The central and state government announces the relief package for all those natural disasters and irresistible events. The amount I do research on the law to provide from the earnings of religious places. It will seem a little unbearable but will look right if read. According to myself, we do not have our protection and assistance as a prune of the karma to express our gift, and donating that we donate to our religious locations. If I keep the Prime Minister, keeping all religion destinations in the trust, working in it, working in the service of the service of the service, the level of remuneration, in addition to the law of the religion, the remaining amount of religion locations deposited in the Disaster Management Fund So the pennies given by people come in the work of Amnan. The state of the state that needs to be in the service of all religion from the state's treasures and then to help the income from religious places from the second state or center. How much of the income on religious places is nowadays nowadays know that it does not know that it is done. Today is also used in the health sector. In short, you will use your religious places in the natural disaster at natural disasters and say no insurance company that "It's Act of God" 

Comments

Popular posts from this blog

EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam

આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 1 - This is Next Prime Minister : Part 1

"વિકાસ" ભારત નો : Real "Development" of India - It's call Develop Country?