100% નો ફાયદો - 100% Profitable

Here we discuss about profitable friends.
“A literature, a book, a volume” –  Are true friends of our life.
     પુસ્તકો એ આપણા સાચા મિત્રો છે. મિત્રો ખોટા માર્ગે દોરવી શકે પણ પુસ્તકો નહિ તેથી તે જીવન પર ઘણી બધી અસર આપી શકે છે.પુસ્તકોમાં જ્ઞાન છે તેની સાથે મિત્રતા કરવાથી માત્ર જ્ઞાન મલવાનું છે જે કઈ ખોટું નથી. મિત્રોની આદત ખોટી બની શકે પણ પુસ્તકની મિત્રતા ખોટી ન બને તે હંમેશા લાભદાઈ હોય છે. મિત્રતા એટલે પુસ્તકો પ્રત્યેનો પ્રેમ, શોખ છે. એક આદત કે – “વાંચન વિના ન ચાલે”, અલગ અલગ વિષયની જાણવાની તમન્ના જાગે, એવી જ રીતે કે જેમ સવારે ચા વગર ના ચાલે, બે ટાઇમ જમ્યા વગર ના ચાલે. વધુ પડતી ચા, ઊંઘ, જમવાનું, મિત્રો એ જીવન પર અસર કરે છે, ખરાબ–સારી બંને. તેમ પુસ્તકોનો તમારા જીવન પર ઘણો પ્રભાવ પડે છે તેમાં લગભગ સારો પ્રભાવ પડે,પણ પછી પુસ્તકના વિષય પર આધાર રાખે છે.
     “ભણે ભિખારી, રખડે રાજા” – 
કહેવત છે નક્કામાં રખડેલ રાજાઓની(વ્યક્તિઓ). ભણે ભિખારી રખડે રાજા-પછી રખડ્યાજ કરે આ રાજા. પુસ્તકોની મિત્રતા કઈ ખોટી છેજ નહિ, દરેક ઉંમરના વ્યક્તિઓ પુસ્તક વાચે છે.કેટલાકનો તો નિત્યક્રમ હોય છે, સાહિત્ય ગમે તે હોય તે એમણે જ્ઞાન પૂરું પાડે છે. જ્ઞાનમાં વધારો કરી આપે છે, માહિતી આપે છે, પદ્ધતિ આપે છે, અને તેથી તેની જીવનમાં અસર પડે છે.  

     તમે શું કરો છો તે મહત્વનું નથી તેનાથી શું અસર પડે છે તે મહત્વનું છે. તેમજ તમે શું વાંચો છો, કેટલું વાંચો છો તે મહત્વનું નથી તેનાથી તમારા પર શું અસર થઇ, તમારા પર એ પુસ્તક કેટલું છવાઈ ગયું છે, કેટલો પ્રભાવ પાડી શક્યું તે મહત્વનું છે. કોઈ પણ કાર્ય હોય તેની સાચી પદ્ધતિ અને સંતોષપૂર્ણ કાર્ય મેળવવા સાહિત્ય ઉપયોગી બને છે. તમારી કુશળતા, લાગણી, પ્રેમ, પદ્ધતિ વગેરેની સ્પષ્ટતા અને તેની વિશાળતા પુસ્તકો દ્વારા થઇ શકે છે. સાહિત્ય તમને તેમાં ચોક્કસ વધારો કરી આપશે, આધાર વિષય પર છે, કે તે ખૂનનો છે કે પ્રેમનો.પુસ્તક તમને રીઢો ગુનેગાર પણ બનાવી શકે અને ઈતિહાસ રચે તેવો સાચો પ્રેમી. એથીજ વિષય પણ મહત્વ ધરાવે છે સારો વિષય-સારું પુસ્તક-સારું જીવન તેમ જ, વિચિત્ર વિષયથી વિચિત્ર જ વિકાસ થાય અને વિચિત્ર જ બનાય છે. વિચિત્ર વિકાસવાળાને વિચિત્ર જગ્યાએ જ રખાય છે તે તો જાણતા હશો. પુસ્તક છે ભાઈ! વિષય પર આધાર રાખે છે તે ધારે તો મરતા ને જીવાડી દે અને શ્રેષ્ઠ બનાવી દે કે મૃત્યુ પછી પણ નામ રહી જાય અને ધારે તો ખુશ બંદાને આપઘાત કરાવે, એટલે પુસ્તક ચોક્કસ જીવન પર અસર પડે છે. પુસ્તકથી આશા વધી જાય છે, આત્મવિશ્વાસ વધી જાય તે તમને હસાવી નાખે તો રડાવી પણ નાખે, નિર્ભય બનાવી દેછે તો ભયથી લોતપોત પણ કરી નાખે, કાર્ય કરતાને અટકાવીદે તો કેટલીક વખત અનુભવી પાછો પડે, માત્ર પુસ્તકથી. જ્ઞાન, પ્રેમ, દર, વિશ્વાસ બધાની લાગણી થઇ શકે. ટૂંકમાં, તમે તમારા પસંદના વિષય પર પુરતો આનંદ મેળવી શકો છો.     
     સાહિત્ય એવી વસ્તુ છે કે જે તમને પોતાના વિષયમાં ઊંડો ઉતારી શકે છે, માત્ર વાંચનથી અનુભવની લાગણી કરાવી શકે છે. તમારી વિચારસરણી વધારી શકે તો, બંધ પણ કરી શકે છે. તેની મદદથી તમે મહાન, શ્રેષ્ઠ પણ બની શકો તો નીચ અને ગુનેગાર પણ. પરંતુ વિષય એવા પસંદ કરવા કે જેથી તમારું જ્ઞાન વધે, જેની સાથે સમાજ સંમત હોય, જીવન તરફનું સાચું જ્ઞાન આપે, જીવવાનો આનંદ અપાવે, દરેક પળની સમસ્યા ઉકેલી આપવાનો માર્ગ દેખાડે. બાકી ગુન્હા કરવાની, રાજા રહેવાની-વિષય પર પણ સાહિત્ય હોય છે પણ તેમાં પણ છેલ્લે તો સત્ય તો દેખાઈ જ આવે છે અને એ પુસ્તકો પણ વાંચી શકાય પરંતુ આનદ પુરતી, એક વાર્તાના સ્વરૂપ માં... 
સાહિત્ય મિત્ર છે એક પ્રેમી પ્રેમના વિષયનું પુસ્તક વાંચે તો બની શકે કે તે તાજમહાલ પણ બાંધી દે, ગુસ્સા કે ક્રુરતાનું પુસ્તક વાંચે તો હિટલરશાહી રચી શકે, લોકોને મારીને આનંદ મેળવતો રાજા બનવાની પણ કોશિશ કરે, સાહિત્યથીજ વ્યક્તિ ડોક્ટર, એન્જીનીઅર, વકીલ, ધંધાદારી કે કુશળ કારીગર બની શકે છે. પૃથ્વીની બહાર શું છે ખબર છે? પૃથ્વીના પેટાળ માં શું છે ખબર છે? પૃથ્વી પર કેટલા ટાપુ, કેટલા જ્વાળામુખી અને કેટલી જાતિના લોકો છે તે ખબર છે? આપણા ઘરની બનાવટ, ટીવી, ગાડી વગેરે વિશે શું જાણો છો, આપણા શરીરની રચના, હાંડકા, સ્નાયુઓ, નસો, આંખ, કાન, નાક વિષે સામાન્ય જ્ઞાન છે પણ આ બધું જ્ઞાન પુસ્તકો પાસે છે આપણા મગજમાં ઊત્પન્ન થતા લગભગ દરેક સવાલ વિશેની માહિતી પુસ્તકો પાસે મળી શકે છે, જુદાજુદા પ્રકારના કેટલાય પુસ્તકો છે. વિચારો... થોડુ પણ વાંચવાથી આપણે કેટલું શીખી શકીએ છે.  
     આપણા વડીલોએ સમજપૂર્વક અને અનુભવ દ્વારા કહેવત બનાવી કે પુસ્તકો સાચા મિત્રો છે. કશું પણ વાંચો પણ તે રસપૂર્વક વાંચો, પુસ્તક તમને પોતાનામાં ચોક્કસ ઊંડે સુધી લઈ જશે. પ્રેમ નો વિષય હોય કરુણતા હોય કે ભયની લાગણી પર આધારિત હોય પુસ્તક તમને તેમાના પાત્રનો અનુભવ કરાવશે, તેની વ્યથા, લાગણી, ઉકેલ સમજાવશે અને તેમજ તમારા ભણવાના પુસ્તકો પણ રસપૂર્ણ વાંચીએ તો ચોક્કસ સમજ પૂરી પડે છે. આજે સમાજ ટીવી, ફેશનની દુનિયામાં ખૂંપી ગયો છે અને તેના કારણે સાહિત્ય તરફનો અભિગમ ઘટી ગયો છે. પરિણામે આજના યુગના વ્યક્તિઓને સામાન્ય જ્ઞાન ખુબ ઓછુ રહ્યું છે. કદાચ થોડા સમય બાદ રામાયણ અને મહાભારત ના પુસ્તકોનું નામ ભૂલી ગયું હશે.
     વિષય માત્ર એટલોજ છે આનંદ પુરતું ટીવી જોઈએ તો ચાલે બાકી સમય વેડફવા જેવું છે, વાંચન એ જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી બનશે. તેનાથી જ તમે અનુભવની લાગણી મેળવી શકશો. જ્ઞાન, પ્રેમ, વાર્તા, કથા, ક્રોધ, રોગ અને તમારા પ્રશ્નોનો ઉત્તર પુસ્તકોમાં મેળવી શકો છો. વાંચન કરેલું વેડફાતું નથી તે ગમે ત્યારે કોઈ મુશ્કેલી કે કામની પળોમાં ઉપયોગી બને છે. અભણ માણસ ધંધો કરે અને ભણેલો માણસ ધંધો કરે તેમાં ફરક પડી જાય, ધંધાનો ઉદ્દેશ ચોક્કસ પૂરો થાય પરંતુ જ્ઞાનથી કામ સરળતાથી, ચિંતા વગર પૂર્ણ કરી શકાય અને મુખ્ય તો પોતાનો ખાસ પ્રભાવ પડી શકાય. ફેર એટલોજ પડે કે અભણ વ્યક્તિ ભૂલ કરે તો તેને ખ્યાલ જ ન આવે જયારે શિક્ષિત તુરંત સમજી જાય અને ચેતી જાય. આ માત્ર શાળાકીય ભણતર પુરતી વાત નથી પણ પુસ્તક વાંચી અનુભવનો અહેસાસ કરનાર અને તદ્દન પડી રહેનાર વચ્ચે પણ આમ જ થાય છે.
     સિક્કાની બે બાજુ હોય છે તેમજ પુસ્તકના પ્રકાર છે કારણ કે મથાળું વાંચન કરી અંદરનુ વાંચીએ તો એમ લાગે કે પુસ્તક ખરાબ પણ હોય છે. અને સારા પણ. તો પછી “સાચા મિત્રો” કેવી રીતે? – એટલે બે બાજુ છે તેમ કહ્યું. લેખક લખે છે ત્યારે એ ઈચ્છે  છે કે વાંચન કરનારને રસ પડે અને સાથે સાથે સાચી-ખોટી વાતનો ખ્યાલ રહે, ઉદ્દેશ માત્ર એટલો હોય કે વાંચક પુસ્તકમાં ઉતરી જવો જોઈએ અને બીજે દિવસ અનુભવ છે તેવી વાત કરતો હોવો જોઈએ તો લેખક ખુશ અને એ માટે સારી અને નરસી બંને વાતોની સ્પષ્ટતા ઉપયોગી છે. નાનું બાળક જેમ જેમ મોટું થાય છે એટલે કે ભણતરમાં આગળ વધે છે તેમ તે શા માટે શાંત થતું જાય છે? પોતાના સવાલો ઉભા કરે છે? પોતાની સાચી-ખોટી વાતો હોશિયારી વ્યક્ત કરે છે? માત્ર એટલે કે તે પુસ્તકો સાથે છે. અડઘી પડઘી વાતો ગ્રહણ કરી રહ્યો છે પણ ... જે વાંચતા જ નથી તેવા બાળકો જોયા છે, કોઈ કે તે સંભાળવાન અને સાચું માનવાનું કેમ કે તેની દુનિયા માત્ર એટલી જ છે. એટલે જ પુસ્તકના મિત્ર બનો અને કુવા જેટલી દુનિયા માંથી નીકળી મંગળ સુધી નજર મારતી દુનિયામાં પધારો, અને પછી ખબર પડશે કે આપણે સંપૂર્ણ નથી, આપણાને તો કશું જ ખબર નથી.
     નવરાશની પળોમાં, રાત્રીના સુતા પહેલા કોઈક – વાર્તા, કવિતા, સામાન્યજ્ઞાન, નવલકથા પર આધારિત પુસ્તક વાંચવો. આપની શરત છે કે જરૂર મજા પડશે.  આભાર....
Article in English
Here we discuss about profitable friends.
“A literature, a book, a volume” - Are true friends of our life.

 Books are our true friends.  Friends can lead you astray but not books so it can have a lot of impact on life. Friendship is the only way to gain knowledge by befriending those who have knowledge in books which is not wrong.  The habit of friends can be wrong but it is always beneficial that the friendship of the book is not wrong.  Friendship is a love of books, a hobby.  A habit that - "does not work without reading", awakens the desire to know different subjects, in the same way as in the morning without tea, two times without food.  Excessive tea, sleep, meals, friends affect life, both good and bad.  Books can have a huge impact on your life, but it also depends on the subject of the book.

 "Bhane Bhikhari, Rakhde Raja" -

 There is a saying of kings (individuals) who roam in Nakka.  Bhane bhikhari rakhde raja-pachi rakhdayaj kare aa raja.  There is nothing wrong with the friendship of books, people of all ages read books. Some of them have a routine, whatever the literature, they provide knowledge.  Increases knowledge, imparts information, imparts method, and therefore has an impact on his life.

 It doesn't matter what you do, it does matter.  It doesn't matter what you read, it doesn't matter how much you read, it doesn't matter how much the book has affected you, it doesn't matter how much it has affected you.  Literature is useful for getting the right method and satisfactory work for any task.  The clarity of your skills, feelings, love, method etc. and its vastness can be done through books.  Literature will give you a definite addition to it, depending on the subject, whether it is murder or love. The book can also make you a habitual criminal and a true lover who makes history.  So the subject matter is also important. A good subject - a good book - a good life as well as a strange subject develops strangely and becomes strange.  You may know that those with strange developments are kept in strange places.  The book is brother!  Assuming that it depends on the subject, it revives the dying and makes it the best that the name remains even after death and if it assumes that the happy person commits suicide, then the book has an effect on a certain life.  With a book, hope increases, self-confidence increases, it makes you laugh, it makes you cry, if it makes you fearless, it also destroys you with fear, if it stops you from working, sometimes you feel back, just from the book.  Knowledge, love, rate, faith can all be felt.  In short, you can have enough fun on the subject of your choice.
 Literature is something that can take you deeper into your subject, just reading can make you feel experienced.  If it can increase your thinking, it can also stop it.  With its help you can become great, even the best, even the ugly and the guilty.  But to choose a subject so that your knowledge grows, with which the society agrees, gives true knowledge towards life, gives pleasure to live, shows the way to solve the problem of every moment.  There is also literature on the subject of committing the remaining crimes, being a king, but the truth is finally revealed in it and those books can also be read, but the pleasure is enough, in the form of a story ...

 Literature is a friend. If a lover reads a book on the subject of love, he may build a Taj Mahal. If he reads a book on anger or cruelty, he may create Hitlerism.  Can become a craftsman.  Do you know what is outside the earth?  Do you know what is in the depths of the earth?  Do you know how many islands, how many volcanoes and how many species there are on earth?  What do you know about the construction of our house, TV, car, etc., general knowledge about our body composition, bones, muscles, nerves, eyes, ears, nose but all this knowledge is in the books.  There are so many types it's hard to say.  Think ... how much we can learn by reading even a little bit.

 Our elders wisely and through experience created the saying that books are true friends.  Read anything but read it with interest, the book will take you to a certain depth in itself.  Whether it is a subject of love, whether it is based on compassion or fear, the book will make you experience their character, explain their grief, feelings, solution and also read your study books with interest.  Today, society has plunged into the world of TV and fashion, and this has led to a decline in literature.  As a result, the general knowledge of today's age is very low.  Maybe after a while I forgot the names of the books of Ramayana and Mahabharata.

 The subject is just atlas. If you want TV for fun, the rest of the time is like wasting time, reading will be useful in many places in life.  Only then can you get a sense of experience.  You can find knowledge, love, story, narrative, anger, disease and answers to your questions in books.  Reading is not wasted, it is always useful in times of trouble or work.  There is a difference between an illiterate man doing business and an educated man doing business, the purpose of the business is definitely fulfilled but with knowledge the work can be done easily, without worries and the main one can have its own special effect.  If an illiterate person makes a mistake, he will not realize it when the educated person immediately understands and becomes alert.  Not only sound education but his alertness and dedication too are most required.

 There are two sides to the coin as well as the type of book because if we read the headline and read the inside, it seems that the book is also bad.  And good too.  So how about “true friends”?  - So there are two sides.  When the author writes, he wants the reader to be interested and at the same time to be aware of what is true and what is false.  Narcissus clarifies both.  Why does a small child become quieter as he grows up?  Raises their own questions?  Expresses your true-false stories sharply?  Only that is with the books.  Half-heartedly accepting the words but ... I have seen children who are not reading at all, someone who is caring and believing it to be true because his world is just that.  That's why be a friend of the book and come out of the world like a well and look at the world looking up to Mars, and then you will know that we are not perfect, we don't know anything.

 In leisure time, before going to bed at night, read a book based on a story, a poem, a general knowledge, a novel.  Your bet is that the need will be fun.  Thank you ....

Comments

Popular posts from this blog

EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam

આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 1 - This is Next Prime Minister : Part 1

"વિકાસ" ભારત નો : Real "Development" of India - It's call Develop Country?