ક્યારેય ના વાંચ્યું હોય એવું કંઈક - Something you have Never Read

 
ઈશ્વરમાં અડગ શ્રદ્ધા
બેટા, આજે અમે ડાકોર જઇયે છીયે..તારે આવવું છે ?  મેં પિન્ટુ ને કીધું....
પિન્ટુ બોલ્યો ભગવાન તો  સર્વશ્વ છે...તો મંદિરે  જવું જરૂરી છે ?

(આજના બધાજ ફોટાઓ એ એક વિશેષ માહિતી છે - આ આર્ટિકલ / બ્લોગ ફોટો માહિતી માટેજ છે)
હું પિન્ટુ ની બાજુ માં બેસી ગયો...
બેટા તારી કાર ના ટાયર માં હવા ઓછી થઈ ગઈ હોય.........તો તું ભરાવવા ક્યાં જાય છે ?
હવા ભરાવવાની દુકાને..પિન્ટુ બોલ્યો..
કેમ હવા તો સર્વશ્વ છે..છતાં દુકાને જ કેમ ?
પિન્ટુ મારી સામે જોઈ રહ્યો.......
મને લાગે છે, તને તારા સવાલ નો જવાબ મળી ગયો લાગે છે.
બેટા... ટાયર માં હવા ઓછી થાય ત્યારે હવા ભરવાની દુકાને જવું પડે... એવી જ રીતે દરેક વ્યક્તિ માં  સમયે સમયે જરૂર કરતાં વધારે હવા ભરાઈ જતી હોય છે..ત્યારે તે હવા માં ઉડવા લાગે છે...આ હવા એટલે ઘમંડ..આ ઘમંડ રૂપી હવા ને વખતો વખત ઓછી કરવા મંદિરે જવું પડે.
હવા નું યોગ્ય લેવલ નહિ સાચવો તો ટ્યૂબ કે ટાયર  ફાટવા ની પુરી શક્યતા છે.
એવીજ રીતે દરેક વ્યક્તિઓ  અસંખ્ય  દુર્ગુણો થી ભરેલ હોય છે..આ દુર્ગુણો રૂપી હવા  કાઢવા અથવા નિયંત્રિત કરવા વખતો વખત મંદિરે જવું  ખૂબ જરૂરી છે..........

બેટા એક વખત..દરિયા ને ઘમંડ હતો, હું આખી દુનિયા ને ડુબાવી શકું....ભગવાને ફક્ત એક તેલ નું ટીપું દરિયા માં નાખી કીધું..........
તારી તાકાત હોય તેટલી અજમાવી લે...........

પ્રભુ કહે છે..હું છપ્પન ભોગ ખાતો નથી...નથી હું કોઈ ના કપડાં ઉતારતો.. હું તો ફક્ત લોકો નું ઘમંડ ઉતારું છું...
યાદ રાખજે બેટા........
નસીબ થી સંપત્તિ મળે છે.
સુખ શાંતિ અને આનંદ તો પ્રભુની કૃપા હોય તેને જ પ્રાપ્ત થાય છે.......પ્રભુ સ્મરણ વગર આત્મા ઊંઘ માં પણ અશાંતિ નો અનુભવ કરે છે..શરીર નો ખોરાક અન્ન છે...
આત્મા નો ખોરાક પ્રભુ નું નામ છે...

સુખ અને દુઃખ ની વ્યાખ્યા દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ કરે છે...કોઈ વ્યક્તિ પાસે..મોંઘી કાર, ઘર અને બેન્ક બેલેન્સ હોય એટલે એ સુખી છે.....તેવું પણ માનવું નહિ બેટા...

આપણી પાસે દુનિયા નું દરેક સુખ હોય, પણ મન અશાંત રહેતું હોય તો સમજી લ્યો... આત્મા ભુખ્યો છે..તેને નામસ્મરણ રૂપી ખોરાક આપવાથી એ શાંત થશે..આત્મા એ પરમાત્મા થી વિખૂટો પડેલ એક અંશ છે.......
આત્મા અને પરમાત્મા નું મિલન જીવન દરિમયાન થાય તો મોક્ષ..બાકી ૮૪ લાખ ફેરા તો લમણે લખ્યા જ છે.............
આ બધું કહેવાનો મતલબ મારો એટલોજ  છે..આ સંસાર નાસ્તિક અને આસ્તિક વચ્ચે વહેંચાયેલ છે...નાસ્તિક વ્યકતી ના સંપર્ક માં આવીયે તો...તે  ભગવાન ની મૂર્તિ માત્ર પત્થર છે તેવું સમજાવવા તમને નિર્થક પ્રયતન કરશે, અને આસ્તિક વ્યક્તિ તેને જાગતા દેવ દેવી ગણશે...

જેને જેવા અનુભવ તેવી તેની વાતો હોય બેટા..

જે પવિત્ર જગ્યા એ માથું ટેકવવા થી અશાંત વ્યક્તિ ને શાંતિ મળે , હિંમત્ત હારી ગયેલ વ્યક્તિ ને હિંમત મળે...
સંસારે જ્યારે ઘર ના દરવાજા બંધ કર્યા હોય ત્યારે એક આશાનું કિરણ જ્યાંથી ફૂટે, એ જગ્યા કોઈ સામાન્ય જગ્યા ન હોય...
ઈલેકટ્રીક પ્લગ સાથે ચાળો કરતા પહેલાં જોઈ લેવું, કે કરંટ ચાલુ છે કે નહીં...

ભગવાન તો..દરરોજ આપણી રાહ જોઈને બેઠો જ છે.........
પણ આપણે સમાજની ચાપલુશીમાંથી બહાર આવીયે તો...જ્યારે એજ સમાજ તમને ઠેબે ચઢાવે ત્યારે આપણે મંદિરના પગથિયા ચઢિયે છીયે........
ભગવાન પણ ભોટ નથી, 
પછી ભગવાન પણ તમને ઠેબે ચઢાવશે...

તું જાણે છે કે આપણે જ્યાં જઇયે છીયે એ જગ્યા એ...
લાખો લોકો માથા ટેકવે છે..ત્યાં તું માથું નહિ ટેકવે તો ભગવાનને કોઈ ફેર પડવાનો નથી...આ બધી જગ્યાએ ભગવાન જાગૃત અવસ્થા માં બિરાજમાન હોય છે..
ઘણાં ની ભીડ ભાંગી છે, તો ઘણા નો ભ્રમ..
સુદામા ભાવે ભજશો, તો દરવાજા સુધી તેડવા આવશે......

બાકી તો અંતિમ શ્વાસ સુધી ઝાંખી પણ નહિ કરાવે.

ચલો પપ્પા, હું તમારી સાથે આવું છું..........

બેટા ઈચ્છા વગર કોઈ પણ કાર્ય કરીયે, તેમાં આનંદ ન હોય..

ના પપ્પા, હું તમારી વાત સમજી ગયો છું...મને મારા પ્રશ્ન નો સંતોષ કારક જવાબ મળી ગયો છે.
અમે જયારે મંદિરે કાર પાર્ક કરી, ત્યાં બાજુમાં જ BMW કાર પાર્ક થઈ રહી હતી... એક દંપતી નીચે ઉતર્યું... પાછળ ની સીટ ઉપર એક સુંદર બાળક બેઠું હતું...
ડ્રાઈવરે પાછળ ની ડીકી ખોલી.. બે ઘોડી કાઢી...કાર નો પાછળ નો દરવાજો ખુલ્યો....દંપતીને અંદર થી બાળક ને બહાર લાવવા પ્રયત્ન કરતા જોઈ હું અને પિન્ટુ તેમની બાજુ મદદ માટે ગયા...

એ બાળક ને જયારે ચાલવા માટે ઘોડી આપી ત્યારે..મારા થી રહેવાયું નહીં..મેં હાથ જોડી કીધું...માફ કરજો આટલું  સુંદર બાળક...આ જન્મ થી તકલીફ નથી લાગતી...........
ત્યારે...એ દંપતી આંખમાં પાણી સાથે બોલ્યા..સાચી વાત છે......
કાર અકસ્માત થયો હતો..........

મંદિર સામે જોઈ એ દંપતી બોલ્યું, આ બધો  ચમત્કાર મારા લાલા નો છે...બચી ગયો....પગની તકલીફ છે પણ ડોક્ટરે કીધું છે એક વર્ષ માં દોડવા લાગશે.........

અશક્ય લાગતી વાતો જ્યારે શક્ય બને, તો સમજી લેવું પ્રભુ કૃપા વગર શક્ય નથી..અમે દર પૂનમ અહીં ભરવા આવીયે છીયે.
મેં હાથ જોડીને કીધું...
શ્રદ્ધા નો વિષય છે...
કોઈ ને મૂર્તિ માં પથ્થર દેખાય, 
તો કોઈ ને પરમાત્મા.....
જેવી જેની દ્રષ્ટિ, તેવી તેને સૃષ્ટિ.

પાર્કિંગ માંથી મંદિર તરફ જતા મેં પિન્ટુ ને કીધું.............
તારા દરેક સવાલ નો જવાબ મેં નહીં ભગવાને આપી દીધો છે.....
રૂપિયાના મૂલ્યાંકન થી  કોઈ પણ વ્યક્તિ સુખી છે કે દુઃખી તેવું અનુમાન કદી લગાવવું નહિ.
બેટા, એકલવ્ય એ પોતાના ગુરુ ની પથ્થરની મૂર્તિ બનાવી સાધના કરી સંસાર ને સંદેશ આપ્યો...... 

પથ્થરમાં પણ ચેતના છે.........
બસ સાધકમાં ધીરજ અને સંયમ હોવો જોઈએ.

બેટા, મોત જ્યારે માંગ્યું ન મળે.... ત્યારે આત્માએ બે હાથ જોડી પરમાત્મા ને કરગરવું પડે છે...
આવા દિવસો ન આવે એટલેજ પ્રભુ ની નજીક રહેવું.
Article in English

 Purposed faith in God * 🦚 Beta, today we are going to Dakor? I said to Pintu .... Pintu speaks God is the best ... I need to go to the temple? I went to the side of the pintu ... Beta has reduced the air in the tire of your car ......... So where do you go? Lose the shops in the air, while the air is .. Why is the air as though? Pintu is looking at me ....... I think you got to answer your question. Beta ... The air filling in the air when the air is reduced ... in the same way every person is overwhelmed by more air than needed at the time ... it seems to fly in the air ... this is the arrogance of arrogance. Happiness Peace and Joy is received in the Lord's grace Varias Dad, I'm coming with you .

 If you do any work without the desire, do not enjoy it. Dad, I understand your talk ... I've got a satisfying career answer to my question. When we parked the car in the temple, there was a BMW car parked next ... a couple came down ... a beautiful child on the back seat was sitting ... the driver opened the back of the rear. Two merries opened ... the back door opened ... I knocked the hand ... is the subject of faith ... if someone appears in stone in the idol, no one, whose vision, like that ..... I kept the Pintu on the temple from the parking and I have not answered the Pintu ............. I have not answered every question ..... no person is happy with the evaluation of Rs. Beta, uniform, made a memorial message to Sadhana, making the stone idol of his guru ...... Stone is also consciousness ......... The bus is patient and restraint. Beta, death when you do not want to die .... Then the soul has two hand pairs to bodily ... not to be such a day to remain close to the Lord of the Lord.

Comments

Popular posts from this blog

EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam

આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 1 - This is Next Prime Minister : Part 1

"વિકાસ" ભારત નો : Real "Development" of India - It's call Develop Country?