Future of Earth : પૃથ્વીનું ભવિષ્ય !
મિત્રો પૃથ્વી નું ભવિષ્ય એટલે આપણું ભવિષ્ય.
એક નવું એકટીવા લઈએ ત્યારે મસ્ત ચાલે, ટાયર નવા, શીટ નવી, એન્જિન નવું. બધું ફસ્ટ કલાસ પણ જેમ જેમ વર્ષો વીતે એટલે એનો વપરાશથી ઘસારો થાય અને ટાયર બોડીયા થાય, એન્જિન માં તકલીફ, શીટ ફાટે, સાઈડલાઈટ બંધ વગેરે વગેરે, એવુંજ શરીર.
દાત રોજ ચાવ ચાવ કરે એટલે એક સમયે નબળા બને, ગુટણ ચાલી ચાલી ઘસાઈ,આખો રોજ વાપરો એટલે નબળી બને. પહેલા બધું ખવાય પણ ધીમે ધીમે એસિડિટી, ગેસ વગેરે વગેરે. જેમ કપડાં નવા લાવીએ તો મસ્ત અને પહેરીએ એમ જુના. બસ એવુંજ છે કઈક. જન્મ લઈએ ત્યારે બધું તાજ્જુ મેનુફેક્ચર થયેલું છે એટલે સરસ લાગે અને 60 વર્ષે ચામડી માં કરચલીઓ.
વિચારો આ પૃથ્વી જેનો આપણે સતત ઉપયોગ કરીએ છે તો એનું શું? સામે એની સર્વિસ કે દવા તો કરતા નથી તો શુ થશે એનો હાલ, મારા હિસાબે અને વિચારે હું પૃથ્વી આવતા વર્ષો માં શુ કરશે કે શું થશે એ જણાવું. લોકો ઘરે ઘરે ખેતી કરશે. જેમ હાલ વસવાટના નામે જંગલો, જમીનો, ખેતીનો નાશ થઈ રહ્યો છે એ મૂજબ આવનાર વર્ષો માં લોકો પોતાનું પોતે પકવી ખાવું પડશે. પહેલા ની જેમ જેની પાસે ખેતી કરવા જગ્યા નહીં હોય એ વસ્તુ ના બદલા માં અનાજ લેશે. જગ્યાજ નહીં બચે તો લોકો પોતાના આંગણા માજ પકવશે. કેમિકલ ની ઉપયોગ એટલો વધ્યો છે કે બધા બીમાર જ રહેશે. ભવિષ્યમાં પૃથ્વી પર લોકો 50% દવા ખાઈને જીવતા હશે. પાણી તો વેચાતું થઈ ગયું છે પણ ઓક્સિજન વાળા શહેરો અને મશીનો વેચાશે. જીવવું કપરું હશે, આજે જેમ છોકરા નથી થતા અને દુઃખ થાય છે એમ એક સમયે બાળક ને જન્મ આપવું એ દુઃખ ભોગવવા લાવવું એવું થશે. લોકો જાનવરો ની હત્યા અને નાશ કરી રહ્યા છે એમનીજ અછત ભવિષ્યમાં ખેતી, વાહનવ્યવહાર માટે થશે જ્યારે પૃથ્વીનુ બધુજ તેલ તમે નીચોવી દીધું હશે. જમીન, દરિયો, પહાડ, બધેથી માણસે બધુજ કાઢી લીધું છે. કુદરતી આફતો નોતરી છે વૃક્ષો જંગલો કાપીને અને એના પરિણામે વારંવાર ભૂકંપ, સુનામી, પ્રચંડ વાવાઝોડા આવશે. આવનારી પેઢી જીવવા માટે માત્ર સંઘર્ષ કરશે. અને જન્મ એટલે સજા બની જશે. અન્ન અને પાણી નામ માત્ર હશે અને એ માટે કત્લેઆમ થશે અને લોકો ગુલામી માં ડૂબી જશે. પૈસા, પાવર અને સત્તાનુ જ રાજ હશે એજ લોકો જીવશે બાકી ગુલામ બનશે. પેટ્રોલિયમ પદાર્થની અછત અને અતિ અશુદ્ધ વાતાવરણના લીધે લોકો પરિભ્રમણ નહીં કરી શકે અને પહેલાની જેમ પોતાના વતનમા જ રહેવું પડશે. જંગલોના નાશથી ઓક્સિજન નહિ મળે. વરસાદ નહીં મળે. અનાજ નહીં પાકે.
તમેં તપાસ કરી જુવો. જ્યાં જ્યાં ડેવલોપમેન્ટ થયું છે કે જે અતિવિકસીત દેશો છે ત્યાં કુદરતી આફતો બઉજ છે. વાવાઝોડા, અતિવરસાદ, રોગો વગેરે. ભારતમાં પણ હવે આ બધું શરૂ થઈ ગયું છે. આપણાને ઝાડ કાપવા છે, તેલ અને ખનીજ કાઢી લેવા છે, જાનવરો ને મારી નાખવા છે. એમની રહેવાની જગ્યા પણ આપડાને આપણા વસવાટ માટે જોઈએ છે. નદીઓ બાંધી દેવી છે. સમુદ્ર, તળાવ, નદીઓમાં કચરો અને કેમિકલ નાખવું છે. બસ લે લે જ કરવું છે, એની સામે આપણે એક ગાડી માં પ્રદુષણ વગર સારી કોવોલિટી નું ખાવાનું ખાવું છે.
મનુષ્ય માટે જ આ પૃથ્વી નથી. બધા સજીવો માટે બનાઈ છે. હવામાં ઉડતા પક્ષીઓ માટે પણ, દરિયાની માછલીઓ માટે પણ, જમીનના કીડાઓ માટે પણ અને જંગલના પ્રાણીઓ માટે પણ, બસ આપડે બધું લઈ લેવું છે અને બાકીના ને મારી નાખવા છે.
કુદરત એકસાથે બેલેન્સ કરે છે સમજો. બધું એકસાથે પતાવી દેશે અને આવનારી પેઢી માટે તમે તકલીફ સિવાય કશું નથી બાકી રાખ્યું.
પક્ષીઓ દાણા ખાય અને ઉડતાં જગ્યા સ્થાનાંતર કરે અને દરમિયાન લિંડીઓ પાડે એટલે ત્યાં નવા છોડ, ઝાડ વિકશે. ઈયળો ખાય નહિ તો 1 વર્ષ માં માણસ કરતા ઈયળો વધારે થઈ જાય અને બધો પાક ખાઈ જાય પણ આપડે એમને પણ જીવવા નથી દેવા. બધે મકાનો બાધશો તો જાનવરો ક્યાં રહેશે, પક્ષીઓ ક્યાં બેસશે, ખેતી કયા થશે અને ખાશો શું? જાનવરો ખાઈને પણ કેટલા ખાશો?
જરૂર કરતાં વધારે વિકાસ પોતાનો કે દેશનો એ વિનાશ કરશે.
"પૃથ્વી પર માણસને ભાડે જગ્યા મળી છે પણ સમજદાર સજીવ બનવાયો એનો દૂરઉપયોગ કરી એ માલિક બની બેઠો છે અને બાકીના સજીવોનો નાશ કર્યો અને એજ ભાડાની જગ્યાની સંપત્તિને નુકશાન કરી રહ્યો છે."
ભાડાની જગ્યા ખાલી કરો ત્યારે જગ્યા જેવી હાલતમાં લીધી એવીજ પરત કરવી જોઈએ. નહીતો માલિક હરજાણુ લે, જેથી વાવાઝોડું આવે તો ચિંતા નહિ કરવી. આપણે જ પૃથ્વીની ગરમી વધારી છે કે લો પ્રેશર થાય અને સાયકલોન બને, પાણી દુસિત કર્યું તો બીમારી થાય, જાનવરો માર્યા અને ખાધા તો વાયરસ આવે, ઓછી જમીન માં વધુવાર પાક લેવા રસાયણો નાખ્યા તો દવાઓ માં પૈસા નાખવા પડે. પટ્રોલ પતાવી નાખ્યું તો હવે સોલાર એનર્જી વાપરવી પડશે. શિયાળો, ઉનાળો, ચોમાસુ ચોક્કસ નથી રહ્યું. અતિશય ગરમી 50 સિટીગ્રેટ, 20 ઇંચ વરસાદ, યાદ રાખજો દરિયામાં રહેવાનો વારો આવશે અને માછલાં ખાવા પડશે આ કુદરતને નુકશાન કરશોતો, જમવાની થાળીમાં દવાની જગ્યા આપડેજ બનાવી છે. આજની તમામ તકલીફો માં 80% તકલીફ કુદરતના વર્તન ના ફેરબદલના લીધે છે.
મારા હિસાબે આવનારા વર્ષોમાં બાળક ને જન્મ આપવો એ સજા આપવી બરાબર હશે. યાતનાઓ ભોગવવા અને સંઘર્ષ કરવાજ જન્મ લેવાનો રહેશે. માણસની લાગણી માણસ માટે નહીં પણ જ્યાં એ પગ મૂકી જીવે છે એના માટે પણ પરવારી ગઈ છે. પહેલા અવિકસિત હતા પણ લોકો જીવતા હતા અને હવે સવારે ઉઠે એટલે સંઘર્ષ માત્ર. ભણો નહીતો રહી જશો, કમાવો નહીતો દવા, ભણતર નહીં લઇ શકો, દવાઓ ખાવ નહીતો સ્વસ્થ નહિ રહો. ઉઠતાની સાથેજ કોમ્પિટિશન. ભવિષ્યમાં જેની સાયકલની દુકાન હશે એ ધનવાન હશે. જેની ખેતી હશે એ પૈસાદાર બનશે. લોકો બાથરૂમ જેટલા ઘરોમાં રહેશે. 25 વર્ષની ઉંમરે ગંભીર બીમારીઓ હશે. દિવસ ના 24 કલાક લોકો માટે ઓછા પડશે. 6 થી 45 વર્ષ જીવન ના ક્યાં જતા રહ્યા એનો કોઈ હિસાબ નહિ રહે. નાણા વગર નો નાથિયો, નાણાં એ નાથાલાલ બનશે. સમાજ પૈસા અને દવાનું સ્ટેટ્સ સમાન બનશે. જ્યાં જોશો ત્યાં યંત્રો, ટેકનોલોજીનો જાળ હશે. જ્યાં જોશો ત્યાં ઝડપની સજા હશે અને આ હોડ માં તમામ પ્રકારે નુકશાન પૃથ્વી નું થશે, ઉપયોગ પૃથ્વીનો અને આમ કરતા પૃથ્વીની સંપત્તિનો નાશ અને આપળો કેમકે પૃથ્વી પરની સૃષ્ટિનો નાશ થશે. પૃથ્વીનો નહીં અને એ સુષ્ટિમાં આપણે પણ આવી ગયા, એક એક શ્વાસ, અન્નના દાણા, પાણીના ટીપ્પા માટે આપણે જ જવાબદાર રહીશું.
પૃથ્વી નું ભવિષ્ય એટલે આપણું ભવિષ્ય અને એનું બગળ્યું તો બધાનું બગળ્યું.
સમજો. "બધુંજ તમારું છે" અને તમારું એકલાનું જ છે એમ જરાય ના સમજો પણ "બધું તમારું જ છે" એમ સમજી સાચવણી કરો. તમે ભાડુઆત છો માલિક ના બનો, બધાને સમાન હક અને અવસર આપો. બાકી તૈયાર રહો.
"જીવો અને જીવવા દો"
English Translation
Friends' future of earth is our future. Take a new definite when Mahaza runs, tires new, sheet new, engine new. Everything is like a faster and even after such years, it is used to depreciate and tire body, trouble in the engine, the sheet of sheet, closed sidelight etc., etc. Chew chew on the dent, is weak at one time, running the running of the culpran, use the whole, so weak. First of all, acidity, gas etc. etc. As the clothes bring new and wear the old. The bus is coming in something else. When taking birth, everything is positioned in the bright menu, so it looks nice and the 60s wrinkles in the skin. Thoughts What is the earth we continually use it? If you do not have any service or medicine against it, please take accounts and thinking that I would be what will happen in the years of the earth. People will farm at home. Like the jungle, lands, lands are destroying, people will have theirselves baking their own years. The first thing you have to do is not have a space to cultivate the grain in return. If the space is not resolved, people will ride their courtyard. The use of chemicals has increased so much that all will be sick. 50% of people on earth will live by ditching the medicine. The water has been sold, but the cities and machines will be sold in oxygen. Living will be infrequent, as a boy is not born today and it will happen to suffer a child at a time, and it will happen to suffer. People are killing and destroying the beasts, the shortage of the murder and the future will be farmed in the future, while the earth's all the oils you have to be down. The land, the rates, mountain, everywhere have deleted everything. Natural disasters are not to cut trees forests and result in frequent earthquake, tsunami, enormous hurricanes. The coming generation will only struggle for living. And birth will become punishment. Food and water name will be just and will be a massacre and people will sink into slavery. Money, Power and Raja will be the rule left to be a slave. People can not circulate due to a shortage of petroleum substance and incredible atmosphere, and they have to stay in their own days. The destruction of forests will not be found in oxygen. Rain will not get. No cereals. You look forward to checking. Where there is a development of development that has become natural disasters, natural disasters are built. Hurricanes, Surprise, Diseases etc. Now all this has started in India. Our trees are cutting, oil and minerals are to kill the beasts. There is also a place to live in our place. Rivers are tied up. Sea, lake, rivers are rubbish and chemicals. It takes the bus to take it, in front of it, we have to eat good covality without pollution in a car. This is not the earth for humans. All are made for organisms. Even for the birds of the air, for the fish of the sea, also for the forests of the land and also for forest animals, the bus is to take everything and kill the rest. Understand Nature Together Balance does. Put everything together and for the upcoming generation you have nothing except for distress. Birds eat seeds and move to the fly space and do the links during which there will be new plants, the trees. If the caterpillars in 1 year, the caterpillars are more than 1 year, but they also do not let them live and give them a lot of crops. If the houses are everywhere, where will the birds sit, where will the birds sit, what will happen and eat? How many of the beasts can eat? Development than needed will ruin yourself or the country. "The man on earth has got a rented space, but it is a possibility to be self-organisms, and the owner has become the owner and destroyed the remaining organisms and is damaging the same rental space." When the rent is empty, it should be returned in such a situation like space. The owner takes the owner, so do not worry if it comes to the hurricane. We have increased the heating of the earth that take place and cyclone becomes, if the water is miserable, the illness is killed, killed and eaten, if the virus comes in the low land, then the money has to be laid in the medicines. If Patrol has been placed, now solar energy will have to use. Winter, summer, the monsoon is not accurate. Excessive heat 50 Citagret, 20 inches rain, remembering, will be a walk in the ocean and fish will have to eat, this nature is damaging, given the place of medicine in the shuffle. In all the problems today, 80% of trouble is due to the switch of nature's behavior. My accounts will be exactly the punishment to give birth to the child in the coming years. There will be birth to suffer and conflict. The feeling of man is not too much for the man, but also for the legs where he is living. The first was undeveloped, but people were alive and now woke up in the morning so the struggle is not only. Nothing will stay, do not earn medicine, can not take medicine, take medicines, do not be healthy. Competition with rising. In the future whose bicycle shop will be a rich. It will be rich in whose farming will be. People will be in the houses as the bathroom. There will be serious illnesses at the age of 25. The day will have less for 24 hours of people. No one is going to leave where 6 to 45 years of life. Without finance, the money will become Nathallal. Social money and drug states will be the same. Where you see, there will be mechanisms, technology traps. Where you see there will be a speed sentence and in this wager, the loss will be earthed, the use of the earth and the wealth of the earth will be destroyed and the universe will be destroyed. We will not be responsible for the earth and even in the physical, one of the breaths, food seeds, water tappa. Earth's future means our future and if it cried. Understand. "Everything is yours" and your alone is the same as the "everything is yours" to understand. You are the owner of the tenant, give all the same right and opportunities to everyone. Be ready to be left. "Creatures and let live"
Comments
Post a Comment