મનુષ્ય એક અલગ પ્રકાર નું પ્રાણી : Human – A Different Type of Animal
Human..!..... and animal…..? પ્રશ્ન થયો?
જેમ પ્રાણીઓ ભિન્ન હોય છે, તેમ મનુષ્ય જાત. પ્રાણીઓ - શાકાહારી, માંસાહારી, હિંસક, પ્રેમાળ, વફાદાર, ઘાતકી, નાના, મોટા, પાલતું વગેરે વગેરે... તેમ મનુષ્યજાત છે. – સંત, ખૂની, પ્રેમાળ, હિંસક, વફાદાર, દગાખોર, દયાવાન, છીનવનાર, વગેરે વગેરે... પણ કહેવાય તો મનુષ્ય.
આ મૂંગા પ્રાણીઓ કરતાતો આપણે ઘણા સક્ષમ છે. અને ઘણા ઉતરતા છે.
સ્વર્ગ, નર્ક, બધું પૃથ્વી પર જ છે. પણ મનુષ્ય આજે સમય જતા ખોટા માર્ગે વળાંક લઇ રહ્યો છે. આજે દુનિયામાં મનુષ્ય માત્ર પોતાના માટે જીવે છે. હા, થોડાક અંશે કર્મવીર મનુષ્યો છે. પણ આ દંભી મનુષ્યો વચ્ચે તેઓ દટાઈ રહ્યા છે. આજે સંત હોય કે ખૂની, દરેક જણ પોતાના સ્વાર્થમાં જીવી રહ્યો છે. એક વ્યક્તિ બેશરમીથી તો બીજો વ્યક્તિ શરમ રાખીને – પણ દંભનું નાટક કરીને જ જીવી રહ્યો છે. મનુષ્ય કેટલાય પ્રકારના હોય છે. એક દાન કરે તો બીજો લુટે છે, એક બધાનું ધ્યાન રાખે દયા, પ્રેમ રાખે તો બીજો વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થમાં જ ફસાઈ રહ્યો છે. આ મનુષ્ય એટલેજ પ્રાણીઓ કરતા ઉતરતો છે. આજે એક ખોટા સંતને જોઇને આપણે એક સાચા સંત ને પણ ઘરના આંગણેથી ધીક્કારીયે છે. આ સાચા-ખોટાની લીધે જ આપણે સાચા વ્યક્તિઓની ઓળખ નથી કરી શકતા, ને થોડાક અંશે આપણે પણ તેને જવાબદાર છે.અને જોઈએ તો આ મનુષ્ય પોતાને ઓળખે છે ખરો...?
કેમ કે...
“માણસ આજે ઉન્નત થવા કરતા
પ્રખ્યાત થવાની લાલસામાં
વધુ ગ્રસ્ત બન્યો છે.”
દરેક માણસ પોતાનો અસલી ચહેરો છુપાવી રહ્યો છે.અને સમાજમાં ખોટા રસ્તે વળાંક લઇ પોતાની સાચી ઓળખ ભૂલી ગયો છે. ‘ગીતા’ માં પણ લખ્યું છે કે પરિવર્તન એજ સંસારનો નિયમ છે પરંતુ સંસ્કાર અને વ્યક્તિત્વનું પરિવર્તન એ તદ્દન યોગ્ય છે.? આજે સંસારમાં સાચા સંત, કર્મ કરનારા, વિશ્વાસપાત્ર વ્યક્તિઓ જોવા મળે છે ખરા...? દરેકને શંકાથી જોવો પડે તેવો આ યુગ છે. શું તે યોગ્ય છે? આજે તો ખરેખરમાં તો સાચો સંત, ને સાચો સંસારી વ્યક્તિ પણ મળવો મુશ્કેલ છે. ખરા અર્થ માં તો..,
“જે શાંતિથી જીવી શકતો નથી તે” – સંસારી
અને
“જે શાંતિથી મારી શકતો નથી તે” – સંત
પણ આ પંક્તિ આજે ક્યાં સાચી બને છે. આજે ભાઈ-ભાઈનો વફાદાર નથી, પુત્ર માતા-પિતાનું કરતો નથી.
પોતાની જાતને ભુલાવી મનુષ્ય વ્યર્થ જીવન જીવી રહ્યો છે. પોતાની ઉપર વિશ્વાસ નથી. અને ખોટા સરનામે મોઢા અફ્ડાવે છે. આજે કોઈ વ્યક્તિને એક-બીજા પર વિશ્વાસ નથી કારણ માત્ર એટલુજ કે આપણે ભૂલી ગયા છે કે આપણને શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ અવતાર એટલે મનુષ્યનો મલ્યો છે. અને આપણું કૃત્ય એ પ્રાણીઓ કરતા ઉતરતું છે.
“Belive each others It’s make your life Happier and helpful To Live”
અરે, જુઓ જિંદગીના આટલા વર્ષ વીતી ગયા પણ ક્યારેય તમે તમારી અસલી ઓળખાણ પામ્યા છો ખરા...? તમારી પાસે તમારું સાચું સરનામું છે ખરું...? તમે-અમે રોજ રોજ દર્પણ સામે ઉભા રહીને પોતાના ચહેરાની સુંદરતા જોઈ, પરંતુ દર્પણમાં પડતું પ્રતિબિંબ જોઈ ક્યારેય વિચાર્યું એ રૂપ ખરું છે કે ખોટું? તેમાં તમે તમારું વ્યક્તિત્વ શોધી શક્યા? તમારું માન મેળવી શક્યા? અને અસલી ચહેરાની ઓળખ કરવા માટે માનવીએ પોતાની જાતની સાચી ઓળખ કરવી પડે અથવા મેળવવી પડે. આ ઓળખ થાય ત્યારે ક્યાં મોડુ ના થઇ જાય, સમય તો જતો થશે,. ફરી તે સમય, તે પળ, તે કર્મ કરવાની તક ન પણ મળે, કેમ કે જિંદગી તો એકજ વાર મળે છે. માટે…
“જીવો તો એવું જીવો કે લાગે, મહેસુસ થાય, આનંદ થાય કે એક નહિ, ઘણી જિંદગી જીવ્યા.”
કર્યું ખોટું કામ ભૂલી જાવ, સારું કરવાનું વિચારો, તો કદાચ જિંદગી જીવવાનો આનંદ થશે, સંતોષ થશે. કેમકે આપણાથીજ આપણી પેઢીના સંસ્કાર ઘડાવાના છે. બાળક જન્મ લે છે ત્યારે મુઠ્ઠી વાળીને આવે છે. અને જયારે મરણ પામીએ ત્યારે આપણો હાથ ખુલ્લો હોય છે. કેમ કે આપણે અહીંથી કશું લઇ જઈ શકવાના નથી, ઘર, મકાન, સંબંધ, છોકરા, સસ્કાર બધું અહી જ રહેશે.એટલેજ આપણે આપીએ તો સારું આપીને જઈએ, સંતોષ થાય તેવું આપીએ અને વિચાર્યા વગર આ દુનિયામાં મુકીને જવાય તેવું વ્યવસ્થિત આપીએ અને એ છે..”સંસ્કાર...”
જેટલું બને તેમ વહેલું, જેટલું બને એટલું સારું, યોગ્ય – સંસ્કૃતિ, સંસ્કારનું પોટલું આપણે આપની પેઢીને આપવું જોઈએ અને તે માટે
“માણસ પોતાનો ‘અસલી’ ચહેરો જુએ છે,
ત્યારે પ્રપંચનો નકાબ જેટલો વહેલો દુર થાય,
તેટલી સ્વરૂપની પ્રાપ્તિ ત્વરાથી થાય, તેજ સાચું સ્વરૂપ અને સુંદરતા છે.”
બાકી તો આજે કોઈ-કોઈનું નથી. બધા પોતાનુ જ જુએ છે, સમજે છે બધું પણ કયા કારણે તે જૂઠના નકાબ પહેરી ખોટી વર્તણુક પર ભાર આપે છે.
યુગ ના પરિવર્તન સાથે પ્રકૃતિનું પરિવર્તન અત્યંત આવશ્યક છે. કેમ કે આ જગતમાં સમકક્ષ જીવવા માટે તે જરૂરી છે નહિ તો ટકી ના શકાય. પણ આ પરિસ્થિતિ આપણેજ ઉભી કરી છે.દરેક માટે દરેક પ્રકારનું પરિવર્તન શક્ય નહિ બને, પણ તેમ છતાં મનુષ્ય તે ખોટા દંભ માટે તો આકર્ષાય છે.
“હું કોણ છુ?” તેમ પૂછતા શું કોઈ પોતાની જાતની ઓળખાણ પોતાને જ આપી શકે છે. અને આપી શકે તો તે જવાબથી સત્ય અને સંતોષની લાગણી થાય છે ખરી? તેના વિચાર, વિવેકપૂર્વક અને શાંતચિત્તે કરજો, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત અનુભવશો. શા માટે પરસ્પર દ્વેષ, ઘુસ્સો, ભેદભાવ, ખેચતાણ ઉભી કરી છે.તેનો શો અર્થ છે. વ્યર્થ છે તેવી બાબતો અને વ્યર્થ છે તેથી તમારું જીવન. સાચી સલાહ આપું તો દરેક વ્યક્તિ આ વાક્ય સ્વીકારી લો..
“”હું કશું જાણતો નથી“”
તો પરસ્પરની ઘણી ખેચતાણ અટકી જશે, આપણા ઘણા અહમ બાજુમાં જતા રહેશે અને એક-બીજા વચ્ચે માન-સન્માન રહેશે. પણ આજે લોકો એક-બીજા ની ટાંગ(પગ) ખેચવામાં આગળ છે. પહેલાના જમાનામાં દોડની રેસ જીતવી હોય તો મહેનત, તર્ક વાપરી લોકો જીત મેળવતા હતા અને આંજે આપણે વિચારીએ છે કે બાજુ વાળા સ્પર્ધકને પગ મારી પાડી દઉં ને આગળ જઉં. શું અર્થ આપણી જીતનો, આપણને જ સંતોષ ના મળે. ખરા અર્થમાં અને આપણી જીતની સામે તો આપણે હારેલાજ રહીશું ને, તો શા માટે...?
શું કરવા કોઈને દુઃખી કરવાનો, દુઃખમાં તો ભાગ લેવો નથી અને દુઃખ વધારી આપવું છે? કેમ? કોઈને દુઃખી કરવું એ પળભરની વાત છે પણ પળભરની પણ ખુશી આપવી હોય ને તો સહેલું નથી. તમારા હૃદયથી જ તે કામ શક્ય બનશે.
પ્રાણી તો પ્રાણી છે, નિઃસહાય છે. મળે તો ખાય અને થાય તેમ રક્ષણ કરે, પણ આપણે તો ભગવાનની શ્રેષ્ઠ બનાવટ મનુષ્ય છે. અને મનુષ્ય જ મનુષ્ય ને કામ લાગે, વિચારોને આપણે મનુષ્યના અવતાર માંજ કેમ જન્મ લીધો.અહી તો માત્ર અને માત્ર મનુષ્યની મનુષ્ય પ્રત્યેની ભાવના - કે જે સુતી છે તે જગાડવાનો પ્રયાસ કર્યો છે. આજે દરેક વ્યક્તિ કોઈ અને કોઈ તો પાપ કરતો જ હોય છે, કેમ...? શું આજના યુગમાં પાપ રહિત જીવવું શક્ય નથી...? કોઈના સારા માટે ખરાબ કરીએ તો ભલે પણ કારણ વગર અને બિનજરૂરી તો તેમ ના જ થાય. અહી એક પંક્તિ છે.
“I am the Game Because I do that bad things Is for Good“
આ એક કુશ્તીબાજ ની પંક્તિ છે, કે “હું એક રમત છુ કારણ કે – “હું જે ધિક્કારવા જેવું કામ કરું છુ તે સારા માટે છે.”” ગુસ્સો, બદલાની ભાવના, સ્વાર્થ જેવા શબ્દો બોગસ છે. આ કરતી વખતે તમને મજા આવે ખરી? સાચા અર્થ માં? જો ના – તો શું કરવા તેમ કરવાનું અને “Anger is a brief madness” કે “ક્રોધ એ ટુંકા ગાળાનું ગાંડપણ છે.” તે તમારું મગજ બગાડી નાખે છે. અને તમારી ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરાવે છે. તેનું નામ “ગુસ્સો” અને બદલાની ભાવના તો માત્ર બદલો પૂરો કરી આપશે પણ સંતોષ નહિ. એક માછીમારે કહેલી પંક્તિ છે કે..
કે, “હું તેનો (ઈયળ) ઉપયોગ માછલી પકડવામાં કાંટા પર કરીશ એનાથી મને બીજું કશું નહી મળે તો કઈ નઈ, પણ મારી બદલાની ભાવના શાંત થશે.” એટલે ખરેખર માત્ર અને માત્ર બદલાની ભાવના જ શાંત થાય બીજું કઈ મળે નહિ, આજે ખરેખર આ બધી વસ્તુના કારણે જ પરસ્પરની લાગણી ખોવાઈ રહી છે.
મનુષ્ય કળયુગને ખરેખર બદનામ કરવા માંડ્યો છે. કેમ, કોઈ કહીને ગયું હતું કે કળયુગમાં પાપ વધશે? ના, આ તો આપણેજ આ યુગનું નામ બગાડી રહ્યા છે. ધારીએ તો કેમ આ યુગ ને સતયુગ કરતા પણ ઉત્તમ અને શ્રેષ્ઠ યુગ ના બનાવાય? અને તે પ્રશ્ન નો ઉત્તર આપણે પોતેજ છે. બાકીતો આજે કોઈનામાં પણ અડધા સંસ્કાર પણ નથી રહ્યા. આજે જીવ્યા કાલે મરીશું આપણને શું પડી છે દરેક વ્યક્તિ આટલુજ વિચારે છે.
જીવન જીવો...પણ લાગે કે જીવ્યા છે તેવું જીવો.. કીડા, મંકોડા જેવું નહિ.
"રેશમ નો કીડો" નાના પાટેકર.. સમજ્યા..
______________________________________
English Translation
Human ..! ..... and animal… ..? Question?
Just as animals are different, so are human beings. Animals - vegetarian, carnivorous, violent, loving, loyal, cruel, small, big, pets etc ... etc ... are human beings. - Saint, murderer, loving, violent, loyal, deceitful, merciful, snatcher, etc. etc ... also called human.
We are much more capable than these dumb animals. And many are descending.
Heaven, hell, everything is on earth. But human beings today are taking a wrong turn over time. In today's world human beings live only for themselves. Yes, to some extent Karmaveer is a human being. But among these hypocritical human beings they are being crushed. Today, whether a saint or a murderer, everyone is living in his own selfishness. One person is living shamelessly and the other person is living with shame - but also pretending to be a hypocrite. There are many types of human beings. If one donates, the other robs. These human beings are inferior to atleast animals. Today, seeing a false saint, we hate even a true saint from the yard of the house. It is because of this right-wrong that we cannot identify the right people, and to some extent we are also responsible for it.
Because ...
“Man is better than he is today
In the lust to become famous
Has suffered more. "
Every man is hiding his true face and has taken a wrong turn in society and forgotten his true identity. It is also written in the Gita that change is the rule of the same world but change of rites and personality is quite appropriate.? Today in the world, there are true saints, doers of deeds, trustworthy persons, right ...? This is an age where everyone has to look with suspicion. Is it right Today, it is really difficult to meet a true saint, even a true worldly person. In a real sense ..,
"He who cannot live in peace" - Sansari
And
"He who cannot kill in peace" - Saint
But where does this line come true today. Today the brother is not faithful, the son is not loyal to the parents.
Man is living a futile life by forgetting himself. Don't believe in yourself. And sneers at the wrong address. Today no one trusts each other because we have forgotten that we have got the best incarnation of the best of human beings. And our act is inferior to that of animals.
“Believe each others It’s make your life Happier and helpful To Live”
Hey, look, so many years of life have passed, but have you ever found your true identity, right? You have your correct address, right? You-we stand in front of the mirror every day and see the beauty of our face, but seeing the reflection in the mirror, we never thought that the form is true or false? Did you find your personality in it? Got your respect? And in order to identify the real face, man has to identify or get the true identity of himself. When this identification takes place, it will not be too late, time will pass. Again, that time, that moment, you don't even get a chance to do that karma, because life only happens once. For
"If you live, live as you feel, feel, be happy, not one, lived many lives."
Forget the wrong done, think of doing good, then maybe life will be fun, there will be satisfaction. Because we have to cultivate the sacraments of our generation. When the baby is born it comes with a fist. And our hands are open when we die. Because we can't take anything from here, the house, the building, the relationship, the boy, the cremation, everything will be here. "Sacrament ..."
As soon as possible, as good as possible, right - culture, culture bundle we should give to your generation and for that
"Man sees his 'real' face,
The sooner the mask of illusion is removed,
The sooner the form is obtained, the more true form and beauty is. ”
The rest is nobody's business today. Everyone sees their own, understands everything but why he wears the mask of falsehood and emphasizes wrong behavior.
The change of nature with the change of age is extremely necessary. Because it is necessary to live equivalent in this world otherwise it cannot survive. But we have created this situation. Not every change is possible for everyone, but even then human beings are attracted to that false pretense.
"Who am I?" Asking if one can identify oneself. And if he can give, then the answer gives a feeling of truth and satisfaction, right? If you think about it, discreetly and calmly, you will experience the principle of all spiritual knowledge. Why have they created mutual hatred, anger, discrimination, tension. It means show. Things that are in vain and vain so your life. If I give correct advice, everyone should accept this sentence.
"I don't know anything."
So many tensions between each other will stop, many of our ego will go side by side and there will be respect between each other. But today people are ahead in pulling each other's legs. In the old days, if you wanted to win a race, people used to win using hard work and logic and now we think that we should kick the side competitor and move on. What is the meaning of our victory, we are not satisfied. In the real sense and against our victory, we will be defeated, so why ...?
What is to be done to make someone sad, not to share in the pain and increase the pain? Why It is a matter of time to make someone sad but it is not easy to give happiness even for a moment. It will be possible only with your heart.
An animal is an animal, it is helpless. Eat and protect as much as you can, but we are God's best created human beings. And human beings are human beings, why do we think that we were born in human incarnations. Today, everyone is committing a sin, why ...? Isn't it possible to live without sin in today's age ...? Even if we do bad for someone's good, it doesn't happen without a reason and unnecessarily. Here is a row.
“I am the Game Because I do that bad things Is for Good”
This is a wrestler's line, "I'm a sport because -" What I hate is for the good. "Words like anger, revenge, selfishness are bogus. Do you really enjoy doing this? In the true sense? If not - what to do and "Anger is a brief madness" or "Anger is short term madness." It corrupts your brain. And acting against your will. His name is "Anger" and the spirit of revenge will only complete revenge but not satisfaction. There is a line said by a fisherman that ..
"I will use it (caterpillar) on a fishing hook for nothing but if I don't get anything else, but my revenge will calm down." That is why only the feeling of revenge calms down and nothing else is found. Today, because of all these things, mutual feelings are being lost.
Mankind has really begun to discredit the Kali Yuga. Why did someone say that sin will increase in Kali Yuga? No, it is we who are tarnishing the name of this age. Suppose this age is not made better and better than Satyug? And the answer to that question is ourselves. The rest are not even half sacraments in anyone today. If we live today, we will die tomorrow. What has happened to us? Everyone thinks so.
Live life ... but live as if you have lived .. not like worms, mankoda.
"Silkworm" Nana Patekar .. understood ..
Comments
Post a Comment