જુઓ ભગવાન અહીં રહે છે. - Look The God is staying Here..

"THE GOD"
“That something;
Which you can’t describe nor define;
Which you cannot see ;
But the existence of which
You cannot deny, and
Which rightly attracts you..
Is “divinity” or
“GOD”

“  એવું કઈક,
કે જે તમે વર્ણન કે વ્યાખ્યાયીત નથી કરી શકતા 
કે જે તમે જોઈ નથી શકતા 
પણ કે જેની હાજરી તમે નકારી શકતા નથી, તમને કઈક સારું કરવા ઉશ્કેરવામાં મદદરૂપ છે કે જેને
તમે મુકર નથી કરી શકતા, 
અને કે જે સીધી રીતે તમને આકર્ષે છે 
જે “દૈવત્વ “કે “પ્રભુ” છે.
પ્રભુ, ભગવાન, ઈશ્વર કે અલ્લાહ કે પછી હોય ઈશુખ્રીસ્ત...
     આ દરેક શબ્દ, પ્રભુ આપણા જગના જુદા-જુદા લોકોના શબ્દ છે જે પોતાના વિશ્વાસ અને સંતોષ,સુખ- દુઃખ અને લાગણીની પૂરી પડે છે.
     ઈશ્વર એક વિશ્વાસ ટકાવી રાખવાનું ચોક્કસ સ્થળ છે. “ God ” એક એવો શબ્દ છે કે જે ચોક્કસ સજીવ માટે નથી, જેને કોઈએ જોયો નથી,પ્રત્યક્ષ રીતે સંતોષ્યો નથી,અનુભવ્યો નથી. પ્રભુને અનુભવવો, નિહાળવો, મદદ લેવી દરેક શબ્દ ધ્યાન પૂર્વક જોઈએ તો તે પરોક્ષ રીતે છે. અને પ્રત્યક્ષ ન થાય તેનેજ પ્રભુ કે ઈશ્વરનું નામ/કામ મળેલ છે.
     આપણા કેટલાય કાર્યો હોય કે જે સુધારવા, સુલ્જાવવા માટેના માર્ગો હોય છે પરંતુ આપણે તે માટે સક્ષમ નથી હોતા અને જે કોઈની મદદ વગર, અજાણતા પાર પડે છે તો તેને પરોક્ષ મદદ મળી કહેવાય“GOD” છે.
     પ્રભુ, ઈશ્વર જો પ્રત્યક્ષરૂપે હોય તો તેનું મુલ્ય ના હોય, આપણા સામાન્ય કાર્યો પણ અટકી પડે જેથીજ પરોક્ષ જરૂરી બને છે. પ્રભુ મંદિરમાં હોય છે તે વાક્ય પર મને પ્રશ્નાર્થ ઉપજે છે. શું પ્રભુ ચોક્કસ સ્થાને, ચોક્કસ સ્થળે અને મર્યાદિત “વ્યક્તિ”ને જ મળે છે? મારા મતે તે તદ્દન અસહ્ય વાત કહેવાય,પ્રભુ દરેક જગ્યાએ છે.ફૂલમાં, ચંપલમાં, તમારામાં, મારામાં, રસોડામાં, ઘરમાં, દીવાલોમાં, તમે જોઈ શકો ત્યાં,અનુભવી શકો ત્યાં,,,વગેરે વગેરે માં હોઈ શકે. ચંપલ માં...? કેવી રીતે?
         શું મને જણાવશો ફૂલમાં સુગંધ કેમ છે, આપણા માં કેમ નહિ, ચંપલ પગ નું રક્ષણ કરશે આપણે? લોખંડ કટાઈ જશે અને આપણે?દરેકમાં કઈક સારું કર્મ કરવાની શક્તિ છે,કોઈક ગુણધર્મ છે. દરેક કાર્ય સારા માટે કે ખરાબ માટે થાય તે તેની મરજીથી જ થાય છે.તમારામાં, આપણામાં પણ પ્રભુનો વાસ છે. 
If you belive in GOD then god is in you વાક્ય વિચારો, સમજો અને મહેસુસ કરો. આ પણ એક સત્ય છે. કણ-કણ માં આપણા ઈશ્વરનો વાસ છે. જોઈએ તો પત્થર મૂર્તિ સમાન છે અને ન માનીએ તો બધું પત્થર સમાન છે. 
“જેમ પુષ્પ માં સુગંધ છે અને
અરીસા માં પ્રતિબિંબ છે. એ રીતે
પ્રભુ તારામાં વસે છે.
તારા અંતરાલ માં તેનો નિવાસ છે.
ત્યાં તેને નિહાળવા જોઈએ.”

     જેમ પુષ્પમાં સુગંધ છે અને અરીસામાં પ્રતિબિંબ ખાસિયત છે તેમ કઈક તમારામાં પણ છુપાયેલું છે. જે પ્રભુત્વ છે.આપણામાંજ પ્રભુ છે. જેમ વિચારીએ તેમ બને...                                                 
     અહી એક કિસ્સો રજુ કરીએ... અને સમજીએ...
     એક વખત એક ભક્ત ગુરુજી પાસે જાય છે ને કહે છે. “ગુરુજી મને પ્રભુ ના દર્શન કરવા છે.” ગુરુજીએ કહ્યું: - “જરૂર થાય પણ આમજ ન બને, તેની માટે પુરુષાર્થ, ભક્તિ જરૂરી બને.” ભક્ત તૈયાર થયો. ગુરુજીએ કહ્યું: - “એક એકાંત રૂમમાં જા અને બધા વિચારો પડતા મૂકી, વગર વિચારે બેસવાનો પ્રયત્ન કર, જયારે એક પણ વિચાર ન આવે ને સફળ બને ત્યારે પાછો આવજે.” ભક્તે તેમ કર્યું અને એક દિવસ ગુરુજી પાસે આવ્યો ને કહ્યું: - “ગુરુજી હવે એકપણ વિચાર આવતા નથી, ધ્યાનમાં તલ્લીન થઇ જાઉં છુ.” પછી ગુરુજીએ કહ્યું: - “જા હવે તું એજ ખંડમાં એકાંતમાં માત્ર ભેંસ નામનું રટણ એક મહિના સુધી કર.” ભક્તે કહ્યા મુજબ કર્યું અને સમય થતા પરત આવ્યો તેને ત્યારે બધા જન ભેંસ જેવા દેખાય, તે દરેકની સરખામણી ભેંસ સાથે કરતો,ગુરુજીએ ફરીથી કહ્યું: - “જા બેટા હવે તું બે મહિના સુધી એજ ખંડમાં ફરીથી ભેંસ નામનું રટણ કર પછી ચોક્કસ રસ્તો મળશે..”
     ભક્તે બે મહિના કહ્યા મુજબ કર્યું ને તુરંત ભાગતો ભાગતો ગુરુજી પાસે પાસે આવ્યોને કહેવા લાગ્યો: - “ગુરુજી જલ્દીથી કહો, જલ્દી કહો નહીતર ભેંટુ વાગી જશે. હવે શું કરવાનું?” ગુરુજીએ કહ્યું: - “આમજ તે પ્રભુ માટે રટણ કર્યું હોત તો...” ભક્ત તરતજ સમજી ગયો. 
    અર્થાત “પ્રભુ”, “રાક્ષસ આપણામાજ સમાયેલા છે. આપણી ઈચ્છા, ભક્તિ, કર્મ અનુસાર તે વિકસે છે.
      આજે શું ઘણા કાર્યો એવા થઇ જાય છે, કે તમે તે વિચારવા સક્ષમ નથી હોતા જેને વૈજ્ઞાનિકોઓ પણ નકારી શકતા નથી. વિચારીએ તો પ્રભુ બધેજ છે નહિ તો “માણસ” પણ માણસ નથી.
      પ્રથમ અંગ્રેજી ટૂંક વાચી જેમાં જણાવ્યું છે, કે જેને જોઈ શકતા નથી, વ્યાખ્યાયિત કરી શકતા નથી અને છતાં અવગણી શકતા નથી, તમે સાંચુ કરવા આકર્ષાઓ છો તે શું છે. દૈવત્વ, પ્રભુ, ચમત્કાર... - પણ ચમત્કાર થવો એ વ્યાખ્યાયિત નથી માટે તે પણ પ્રભુજ છે.
     “


દરેક માણસના અંતરાલમાં પ્રભુ વસે છે.
માત્ર તેને ઓળખવાની જરૂર છે. જે પારખે છે
તે કર્મો કરવામાં તત્પર બને છે 
જેથી જ તે વ્યક્તિને “મહાન”નું બિરુદ મળે છે,શા માટે આપણને નહિ”   
કારણ કે આપણને પ્રભુની ખોજ છે. જે સામેજ છે તે દેખાતું નથી, નજીક છે તેનું ભાન નથી. અને ભાન ભૂલીને તેને આડકતરી રીતે મેળવવાનો પ્રયાસ કરીએ છે. કર્મથી જ ઈતિહાસ બને છે. અને મહાન કે સંત અથવા પ્રભુ નું નામ મળે છે. કર્મ એજ આપણી ઓળખ છે. અને એ કર્મ કરવામાં જે શક્તિ કામ કરે છે તે એક ઈશ્વર, અલ્લાહ કે ઇશુખ્રિસ્ત જ છે. 
     પ્રભુને મેળવવા માટે પોતાની ઈચ્છા, શક્તિ, મોહ-માયા, પ્રેમ, લાગણી, “મેળવવાની” કે “ગુમાવવાની” ભાવના, દુઃખ - સુખ વગેરેને વશમાં કરવા પડે છે. જે દરેક માટે શક્ય નથી અને ઊંડાણ પૂર્વક જરૂરી પણ નથી. આ ઉપરના દરેક શબ્દો ત્યાગ કરવાના કે નાશ કરવાના નથી હોતા પણ તેના પર આપણો સંયમ, વશ હોવો જોઈએ. આપણે મનુષ્યજાત છે જેથી ત્યાગ તો ના જ કરી શકીએ અને તે થોડા અંશે રહે જ, જેથી સંયમ રાખી શકાય.
     આ ઉપરાંત જે પ્રભુમય બને છે, જે પ્રભુને સાચી રીતે પામી ગયો છે. તેવા વ્યક્તિ સંસારમાં મળેજ નહિ, તેવા સંતો, સાધુઓ નિર્જન જગ્યાએ સતત પ્રભુના નામમાં લીન થયેલા હોય છે.જે બધું સમજી ગયા છે તેમના માટે સંસાર રૂપી માયા મિથ્યા છે.
 લોકો કહે છે આ સંત આવ્યા, આ ચમત્કાર કર્યો તો તે ધૂર્ત છે. કારણ કે જેને પ્રભુ મળે છે તે સંસારી હોયજ નહિ, આથી આવા ખોટા ભગવા વેશીઓ, નાટક કરવામાં સત્ય, ધર્મ કે ઈશ્વર નથી, કે નથી તેવા વ્યક્તિઓને પૂજવામાં. કે જરૂર નથી તેમના કાર્યો માં જોડવામાં..
    જોવા જઈએ ને તો તમને મને ને લગભગ બધા લોકોને સાચું શું છે ખોટું શું છે એ ખબર પડતીજ હોય છે અને આવા ભાષણોની સારી-સાચી વાતો વિષે પણ જાણતાજ હોય છે બસ એને અનુસરતા નથી,બાકી આ વિષય પર જે કઈ લખ્યું છે શું એ આ વાંચનારા ને નથી ખબર.? તો આપણે ભલા, આપણું કર્મ ભલું, આપણું સંસારને આપણા ઈશ્વર ભલા.
કહેવત છે કે,
“”જેવું કરીએ તેવું ભરીયે” અને.
“”કર ભલા તો હો ભલા”
     આ બે વાક્ય યાદ રાખી પોતાના કાર્યોમાં વળગી પાડો, ખોટું કરશો નહિ અને કરવા દેશો પણ નહિ, કે ના સહકાર આપો.
     સાચા હૃદયથી પ્રભુનું નામ લેજો. ચોક્કસ સંતોષની લાગણી અનુભવશો...કામ થઈ જશે..
પણ ધર્મના નામે ધંધો કરશો કે ડર ફેલાવશો તો ચોક્કસ અધર્મ થશે.
ધર્મ ખોટા કામો ના થાય એના માટે નું પરોક્ષ હથિયાર છે નહીકે અધર્મ ફેલાવાનું શસ્ત્ર.. ધર્મ હોય તો બીક હોય અને બીક હોય તો ખોટા કામો પર અંકુશ રહે.. એ વાત અલગ છે કે આજે ધર્મ નો ઉપયોગ સ્વબચાવ અને પોતાને સમાજ માં ટકાવી રાખવા માટે થઈ રહ્યો છે.
બાકી ભગવાન છે, તો એકજ છે અને એની અંદર રહેલો ધર્મ પણ એકજ વાત શીખવે છે. ધર્મ કહે એમ કરો, ધર્મને તમારા હિસાબે ના કરવો. 
"બીજાના મન ને શાંતિ આપવી એજ ધર્મ.."

English Translation

"The God" "Something; Which you can't describe nor define; Which you cannot sees; But the existence of which you cannot deny, and which rightly attractacts you .. IS "Divinity" or "God" "Something, which you describe that The Lord, God, God or Allah is after that ... each word, the Lord is the word of different people in our jug, which is fulfilled by his faith and satisfaction, happiness and feelings. God is a certain place to sustain a faith. "God" is a word that is not for a specific organism, who has not seen anyone, has not satisfied, not satisfied. It is indirectly if it is indirectly, seeing the Lord, seek help, helping every word. And not directly, the Lord or God's name / work is found. There are our many functions that improve, there are ways to improve, but we are not able to do that and without any help, if it is inadvertently crossed, it is called "God" called indirect help. Lord, God if there is no value, then our common deeds also become indirectly needed. The Lord is in the temple, it is to yield question on the line. Does the Lord get a specific place, and limited "person" to a particular place and? In my opinion it is said to be quite unbearable thing, the Lord is everywhere. In the fluid, in the bitch, in my kitchen, in the house, walls, where you can see, wherever you can see, etc., etc. In shoes ...? How? Do you know why there is a frog in the flower, why do not we protect the shoes foot? Will iron lose and we? Each has the power to do something good karma, somehow there is a property. It is done only by its decay for good or bad for good or bad. In this, we are also a lord of God. IF YOU BELIVE IN GOD THEN GOD IS IN YOU LINKS, understand and make Revasus. This is also a truth. In parts of the particle is our God's lust. If the stone idol is equal and does not believe everything is equal to stone. "There is a fragrance in the floral and reflection in the mirror. In this way the Lord is inhabited. It is her residence in the interval. There should be it. " As is the fragrance in the flowers and there is a reflection feature in the mirror, something is hidden in you. Which is dominated. This is the Lord. As it becomes, please ... and see a case here ... and understand ... once a devotee guru goes to Guruji. "Guruji is to do the vision of the Lord." Guruji said: - "Needed, but it does not happen, but for him, brotherhood becomes necessary." The devotee was ready. Guruji said: "Go to a solitary room and put all the ideas, try to sit without it, when one does not get a thought, then come back." The devotee did and one day came to Guruji and said: "Guruji is no longer coming to the idea, the tallinity is going to be in mind." Then Guruji said: "Go now for a month of the same in the same continent in the same continent." The devotees were said and returned to the time, they look like all the family buffaloes, Guruji said again: "Jupiter Beta now will get a certain way after taking a re-buffalo in the same room for two months. What to do now? " Guruji said: "If he had turned to the Lord of the Lord ..." "The devotee understood. Excerpt "Lord", "The monster is consisted of us. Our desire, devotion, according to karma it develops. Today, many tasks are happening, that you are not able to think that scientists can not even reject. If the Lord is not Bad, then the "man" is not a man. First English, which has been said, that which can not be seen, can not define, and can not ignore, what is the attractions you do. It is also dominant for divinity, Lord, miracle ... - but not defining miracles. "Every man lives in the intervals of the Lord. Only need to identify it. Those who have kept the karma are readly so that the person gets the title of "great", why not us "because we have the quest of the Lord. The opposite is that it does not appear, not realize it. And try to get it indirectly to forget it. Karma becomes the history only. And the name of the great or saint or the Lord is found. Karma Age is our identity. And a God who works in the karma is a God, Allah that is Eshshukri Christ. To get to the Lord, his will, power, mohay, love, feeling, "to get" or "losing" spirit, suffering - happiness etc. Everyone who is not possible and is not necessarily in a deep. We do not have to renounce or destroy each of the above words, and we should have our restraint on it. We can do not abandonment so that we are humans and it remains a little somewhat, so that it can be kept. Apart from this, the Lord has become true to the Lord. Sections that do not meet in the worldly, the monks are in the desolate place of the lord of the lord. The rupee Maya has devastated for them. People say this saint came, if this miracle, it is a rattle. Because of which the Lord is found, such a false Bhagwal Vashes, the truth of the truth, religion or God is not worshiped. That does not need to be attached to their tasks .. Go to see me what is wrong to know what is wrong and know about the good things of such speeches, and do not follow the good talk of such speeches. The bus does not follow this, what is written on this topic. So we good, our karma good, our worldly our God is good. The saying is, "" "so that" and. "If the tax since is the good then" remembers these two sentences, stick to their works, do not do wrong and do not even cooperate. Take the name of God from the true heart. Experience a specific satisfaction ... will be worked .. But if the business in the name of religion, it will be accurate if the fear is spreading. Religion does not have an indirect weapon for the wrong works, not a weapon of the abducting weapon. If there is a rigma, then there is a scare and betrayal works. It is different from the wrong works. It is different that today's religion is being used for self-realization and sustain themselves in society. If the left is God, then the religion inside it also teaches a thing. Make such a religion, do not do religion from you. "Giving peace to another's mind."

Comments

Popular posts from this blog

EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam

આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 1 - This is Next Prime Minister : Part 1

"વિકાસ" ભારત નો : Real "Development" of India - It's call Develop Country?