આજનો દોર ફિલ્મોનો છે, અભિનયનો છે. ફિલ્મો, સિરિયલ, નાટક, વેબસિરિસ, મ્યુઝિક આલ્બમ, રિયાલિટી શૉ, શોર્ટ ફિલ્મો અને તેના વધતા માધ્યમો જેવાકે ટોકીશ, યુ ટ્યુબ, OTT મોબાઇલ એપ્લિકેશન વગેરે વગેરે અને તેમાં વધતા કલાકારો.. ચર્ચા ની વાત આ અતિશય વેગ થી ફેલાતા માધ્યમનો છે કે તેમાં આવતા કલાકારો નો? એકસાથે બહોળા પ્રમાણ માં એકજ ઉદ્યોગ માં વધારો થયો છે એ સાચી પ્રગતિ છે કે ફુગાવો અને કમાણી વધી છે કે ઘટી કે વહેચાઈ ગઈ.? આજે ઘરે ઘરે એકટર, મોબાઇલ કેમેરામેન, લેખક અને અભિનેતા છે. શું આજની જનરેશન ખરેખર નાની વય માં વધુ પ્રતિભાશાળી છે અને વિના અનુભવે આટલી શોર્ટફિલ્મો અને વેબસિરિસ બને છે. આ એક મોટો સવાલ છે અનુભવી કલાકારો ના કામ અને પોતાની જગ્યા ટકાવી રાખવા માટે..જેમ પ્રદર્શિત કરવાના માધ્યમ વધ્યા છે એમ બિનઅનુભવી કહેવાતા કલાકારો નો દબદબો વધ્યો છે અને એ સાથે મનોરંજન ઉદ્યોગ માં ફુગાવો પણ વધ્યો છે. એકસાથે આટલા નવા લેખકો, દિગ્દર્શક આવવાથી જુના, અનુભવીની માંગ ઓછી થયી અને મહેનતાણું પણ ઘટી ગયું. વધતા પ્રદર્શિત માધ્યમો અને મોબાઇલ યુગના લીધે આજની પેઢી જલ્દીથી જોઈ જોઈ શીખવા લાગી અને એમના વિચારો મોબાઇલ દ્વારા ફિલ્માવવા લાગી. આજની ફિલ્મો અને વાર્તા ખૂબ ફાસ્ટ, રોમાંચક અને ઉત્તેજીત બની રહી છે.
જ્યાં પહેલા અભિનય, દિગ્દર્શન કરવા કે ફિલ્મો બનાવા પ્રશિક્ષણ લેવું પડતું હતું, લાંબો જેતે વિષયનો અનુભવ, લેખક તરીકે ઊંડાણ સુધી પહોંચવું અને કેટ-કેટલા વર્ષો ની મેહનત, સ્ટ્રગલ વગેરે વગેરે, જે બધી પ્રક્રિયા આજે નામશેષ થઈ ગઈ છે અને આજે નાની નાની વયના કલાકારો જે અભિનય, સંગીત, ગીતકાર, દિગ્દર્શક, લેખક તમામ ક્ષેત્રમાં સારું પરિણામ આપી રહ્યા છે. આજની બનતી શોર્ટફિલ્મો નો પ્રકાર, વાર્તા, ઝડપ, સંવાદ, અભિનય, વિડીયોગ્રાફી રોમાંચક હોય છે. જોવા જઈએ તો આનું સાચું વિશ્લેષણ, પરિણામ અને ભવિષ્ય શુ છે, કેવું છે તે હજી બહાર નથી આવ્યું.. આ ફુગાવાનો વેગ છે અને એ દોર ચાલુ છે જેમાં બધાનેજ ફિલ્મ લાઈન મા આવવું છે. સમય જતાં ખબર પડશે કે આમાં પ્રતિભા કેટલી, કમાણી કેટલી અને ભવિષ્ય કેટલું છે. આજે સત્ય એપણ છે કે નવોદિતો અને બિનઅનુભવી જ તમામ માધ્યમો પર દબદબા સાથે ફિલ્મો, વાર્તાઓ લાવી રહ્યા છે અને માનીતા, નામી, દિગ્ગજ કલાકારો, પ્રોડકશન હાઉસ તેમની સાથેજ જોડાયેલા છે અને કામ કરી રહ્યા છે. હા આ વધતા ફુગાવા ના કારણે કલાકારોની કલાની કિંમત ઘટી છે. સાથે સાથે આટલા બહોળા પ્રમાણમાં વધતા માધ્યમો અને યુવા કલાકારો ના લીધે મનોરંજન ક્ષેત્રની આવક વહેચાઈ ગઈ છે. જેમ નવા કલાકારો એ જુના અનુભવી કલાકારોની માંગ અને આવકમાં ઘટાડો કર્યો છે એમ OTT, યુ ટ્યૂબ જેવા પ્રદર્શિત કરતા માધ્યમોના લીધે સીનેમા ઘરોના ભાવિ સંકટમાં છે. લોકોને સિનેમાની મોંઘી ટિકિટો, નાસ્તાઓ નું ફેમિલી નું ટોટલ હોમ થિયેટર અને મોબાઇલ માં સસ્તું પડી રહ્યું છે અને સાથે વધુ ઓપશનની ફિલ્મો, સમયનો બચાવ, ના ગમતી ફિલ્મો જોયા, ખર્ચ્યાનો વસવસો નથી. સાથે સાથે આજે જે નવા કલાકારો આવ્યા છે અને એ જે મહેનતાણું લઈને ફિલ્મો બનાવે છે એ મુજબ બધા કમાતા નથી અને કમાણી વગર ભવિષ્યમાં એ કામ બંધ થાય અને બગડેલા સમય, ભણતર અને પૈસાના લીધે બીજા ક્ષેત્રમાં પણ યોગ્ય નોકરી, ધંધાના અવસર બચતા નથી. હાલ આ ક્ષેત્રમાં બધા યુવાઓ એ ઝંપલાવ્યું છે. આજે બધાજ અભિનેતા, ઘરે ઘરે લેખક, એક્સપર્ટ કેમેરામેન, ગીતકારો, અતિબોલ્ડ વાર્તાઓ અને ઉતેજીત અને કામુક દ્રશ્યો, અશ્લીલ વાર્તાઓ નો દોર છે. આનું આયુષ્ય કેટલું એ કહી ના શકાય અને આની સાથે કામ કરતા કલાકારોનું ભવિષ્ય કેટલું ઉજળું એ એક પ્રશ્ન જ છે. ઘરે ઘરે એક્સપર્ટ કલાકારો બનવાની હોડ માં ભણતર, સામાજિક છાપ, અતિબોલ્ડ દ્રશ્ય ભજવવાથી સામાજિક શાખ અને અવસરો પરોક્ષ રીતે સમાપ્ત થઈ રહ્યા છે એની જાણ બહાર નવી પેઢી શોર્ટકટ માં શોર્ટફિલ્મો બનાવે છે. આજે બનતી OTT, યૂટ્યૂબ પર બતાવતી તમામ પ્રકારની ફિલ્મોમાં ગણયી ગાંઠયી જ ફિલ્મો અને એના કલાકારો એ ફિલ્મ પૂરતું કમાય છે. અને એજ ટીમ બીજી ફિલ્મો માટે ફરી એજ પ્રશ્ન કે શું કમાશે. બાકીની 90% ફિલ્મો માત્ર બને છે. કમાતી નથી. ફિલ્મ ઉદ્યોગમાં કમાણીની સંભાવના બઉજ ઓછી છે. સો ફિલ્મો માંથી 10 ફિલ્મો કમાય છે. મોટા કલાકારો ની 4-5 ફિલ્મ વર્ષ માં તમને હિટ મળશે..તો શું એટલીજ ફિલ્મો બને છે? ના..સર્વે કરો..દરેક ભાષામાં વર્ષની કેટલી ફિલ્મો બને છે પણ આપણાને મોટા બેનરની અને મોટા નામી અભિનેતાઓ નીજ ફિલ્મો હિટ જોવા મળે છે. જો મોટા પરદા પર આ સ્થિતિ હોય છે તો નાની ફિલ્મો અને મોબાઇલ બેસ માધ્યમો માં ચાલતી ફિલ્મોના કલાકારો કેટલી ફિલ્મો કરશે કે જેથી એમનું ભવિષ્ય ઊજળું અને સુરક્ષિત બનશે. બસ બધાને શોર્ટ ટાઈમમાં કામ, નામ, પૈસા બનાવી દેવા છે પણ હકીકત અલગ છે. તમે નોંધ લેજો દર બે વર્ષે આવેલા નવા કલાકારો કાર્ય ક્ષેત્ર બદલી નાખે છે. આજની ફિલ્મો અને સીરીયલ કે વેબસિરિસ માં સતત કલાકારો બદલાય છે. કોઈ સિરિયલ માં કલાકાર જાણીતા નથી હોતા, નવા કલાકારો લે છે અને બે વર્ષ પછી એ કલાકારો ગાયબ..નવી સિરિયલ નવા કલાકાર.
અને આવાજ બધા બઉ કારણો છે જેને લીધે ઘરે ઘરે બની બેઠેલા ટૂંકા આકર્ષણથી, શોર્ટકટમાં બનેલા કલાકારો ખોટા રસ્તે, ડિપ્રેશન, આપઘાત તરફ વળે છે. હું હીરો બનીશ, હું લેખક બનીશ, હું ડિરેક્ટર બનીશ આ સપનામાં ઘર, સમાજ, ભણતર, કામકાજ, નોકરી, ધંધા જેવા તમામ અતિ મહત્વના રસ્તા બંધ કરી દે છે અને જ્યારે " મેં ભી ફિલ્મી" નું ભૂત ઉતરે ત્યારે બીજા રસ્તા અને ફેમિલી ખુલ્લા હોય.. 10 પાસ થવા 10 જેટલી મેહનત કરવી પડે, 12 પાસ માટે 12 જેટલી, ડોકટર,CA બનવા એટલી મેહનત અને સમય આપવો પડે. એમજ જેટલો મોટો ગોલ, ધ્યેય હોય એટલી મેહનત, સમય માંગી લે છે. અને ફિલ્મ લાઇન અતિ આકર્ષક ક્ષેત્ર છે પણ એટલુંજ અઘરું છે.
મારા મતે આજના ફુગાવામાં આવવાની તો કોઈને ના નથી, લોટરીની ટીકીટ જેવું છે, પણ તમારી કમર મજબૂત રાખવી કે લોટરી ના લાગી તો શું? Its very uncertain line, મોટા મોટા કલાકરો ને નામ, કામ, દામ હોવા છતાં એજ જગ્યા ટકાવી રાખવા આજે પણ સંઘર્ષ કરવો પડે છે અને કયા કામ પછી નવું કામ નહીં મળે એનું ઝોખમ હોય છે.
Every Person Have an artist Hidden in Them
પણ સંપૂર્ણ
"મેં ભી ફિલ્મી it's Quite Risky"
______________________________________
English Translation
Today's streak is of films, of acting. Movies, serials, dramas, webseries, music albums, reality shows, short films and its growing mediums like Talkish, YouTube, OTT mobile app etc etc and the growing cast in them. No artists? Is it true progress that inflation and earnings have increased or decreased or distributed in a single industry? Today there are actors, mobile cameramen, writers and actors at home. Is today's generation really more talented at a young age and without experience so many short films and webseries are made. This is a big question for the work of experienced artists and to maintain their place. As the means of display have increased, so has the dominance of so-called inexperienced artists and at the same time inflation has risen in the entertainment industry. With the arrival of so many new writers and directors, the demand for the old and the experienced has decreased and the remuneration has also come down. Due to the increasing display media and the mobile age, today's generation soon began to learn by watching and filming their ideas through mobile. Today’s films and storytelling are becoming very fast, exciting and exciting.
Where before you had to train for acting, directing or making films, long experience in the subject, gaining depth as a writer and many years of hard work, struggle, etc., all the process of which is now extinct and today the young artists Acting, music, lyricist, director, writer are all giving good results in all fields. The type, story, speed, dialogue, acting, videography of today's short films are thrilling. If we look at the true analysis of this, what is the result and the future, what it is like, it has not come out yet. It will be known in time how much talent there is, how much is earned and how much is the future. Today the truth is that novices and inexperienced people are bringing films, stories on all mediums with dominance and well-known, well-known, veteran actors, production houses are connected and working with them. Yes, this rising inflation has reduced the value of artists' art. At the same time, the entertainment sector's revenue has been diversified due to the growing number of media outlets and young artists. Just as new artists have reduced the demand and revenue of older veterans, the future of cinema houses is in jeopardy due to displaying media like OTT, YouTube. People are getting cheaper cinema tickets, snacks, family's total home theaters and mobiles and with more option movies, saving time, watching movies they don't like, there is no need to spend. At the same time, not all the new artists who have come today and are making films according to the remuneration they earn, and without earning, the work will stop in the future and due to wasted time, education and money, proper job and business opportunities in other fields will not be spared. Currently, all the youth are involved in this field. Today, there are a lot of actors, writers at home, expert cameramen, songwriters, over-bold stories and provocative and erotic scenes, pornographic stories. The longevity of this and the bright future of the artists working with it is a question. In the race to become expert artists at home, the new generation makes short films in shortcuts without learning, social impressions, social credentials and opportunities are indirectly ending by playing ultra-bold scenes. Of all the OTT films being made on YouTube today, only a handful of films and their cast are earning enough. And the same team will earn the same question again for other films. The remaining 90% of films are made only. Not earning. Earnings in the film industry are low. Earn 10 out of 100 films. You will get hits in 4-5 film years of big actors..so are atleast films made? No..survey..how many films of the year are made in each language but we see big banner and big famous actors hit films. If this is the case on the big screen then how many films will be made by the actors of small films and films running in mobile base media so that their future will be bright and secure. Everyone has to make work, name, money in a short time but the reality is different. You may notice that every two years new artists change the field of work. In today's films and serials or webseries the cast is constantly changing. Actors are not known in any serial, new actors are taken and after two years those actors disappear..new serial new actors.
And noise is one of the reasons why the short-lived attraction at home, the shortcut artists turn to the wrong path, depression, suicide. I will become a hero, I will become a writer, I will become a director. In these dreams, all the important roads like home, society, education, work, job, business are closed and when the ghost of "Mein Bhi Filmi" comes down, other roads and family are open. .. To pass 10 you have to work hard, to pass 12 you have to work hard to become a doctor, CA. The bigger the goal, the harder the goal, the more time consuming. And the film line is an incredibly attractive field but atlunge is tough.
In my opinion, today's inflation is not for anyone, it is like a lottery ticket, but what if you keep your waist strong or don't win the lottery? Its very uncertain line, big artists still have to struggle to maintain the same place despite the name, work, price and there is a risk of not getting a new job after any work.
Every Person Have an artist Hidden in Them.
Also perfect
"I'm also filmy It's Quite Risky"
*Filmy = Artist = Film Actor = Film Artist*
Comments
Post a Comment