"વિકાસ" ભારત નો : Real "Development" of India - It's call Develop Country?

આજકાલ બધા દેશો વિકાસ અને શક્તિશાળી બનવાની હોડ માં આગળ વધી રહ્યા છે. જેમ વિકાસ થાય એમ દેશ આગળ વધે..અને દેશના માણસો નો વિકાસ થાય. સાચો વિકાસ શુ? મોટી મોટી બિલ્ડીંગો બંધાય, લાંબા ઓવરબ્રિજ બંધાય, મલ્ટીપેક્સ બને, મોટા મોટા મોલ અને એમાં મોટી બ્રાન્ડના મોંઘી વસ્તુઓ, મોટી મલ્ટિનેશનલ કંપનીઓ અને મોંઘીડાટ ગાડીઓ એજ વિકાસ ને? આજની હોડ જોતા તો એજ વિકાસ છે..પણ સાચો વિકાસ શુ? મારા એક મિત્ર સાથેની ચર્ચાના મુજબ વિકાસ એટલે આજનો સામાન્ય માણસ 100 રૂપિયા કમાય અને 30 રૂપિયા બચાવી શકે અથવા બહાર જાય અને બજારોમાં 100 રૂપિયાની વસ્તુઓ 70 માં મળતી થાય..એમ બેમાંથી એક વસ્તુ થાય તો વિકાસ થયો કહેવાય.

બાકી ભૌતિક સંશાધનો, મોજ શોખ ની વસ્તુઓ નો વિકાસ તો માત્ર ખર્ચ વધારવા થાય છે. પેટ્રોલ, અનાજ કરીયાનું, રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ના ભાવ ઘટતા નથી તો સામાન્ય માણસનો વિકાસ નથી..

ના આવક વધે છે,ના વસ્તુઓ સસ્તી થાય છે તો કયો વિકાસ.? જે જીવન માં જરૂર છે એ બધુજ મોંઘુ થઈ ગયું છે. 8000 માં ચાલતા ઘર 80000 માં પણ લેવિશ અને તાણ વગર ચાલતા નથી. બધા કાલ ની ચિંતા માં.. છોકરાઓ ના ભણતર મોંઘા બન્યા.. જ્યાં શિક્ષણ મોંઘું હોય ત્યાં વિકાસ કઈ રીતે થાય..જ્યાં ભણતર ના પૈસા નહિ હોય ત્યાં શિક્ષણ નહિ અને ત્યાં લોકો ગરીબ જ રહેશે. સાચા વિકાસ માટે પ્રથમ વિકાસ એજ્યુકેશન વિભાગ અને મેડિકલ વિભાગ માં થવો જોઈએ. ભારત જેવા દેશ માં આ બે કારણો ના લીધે આટલી વસ્તી ની શક્તિ હોવા છતાં કાર્યશીલ શક્તિ ની અછત છે. અડધો દેશ અભણ અને બીમાર.. અને એનો મતલબ કે કામ નો નહીં તો બાકીના 50% માં બધું ઉભું કરવાનું..જવાબદારી પુરી કરવાની.. આજે દેશ માં મોટો વર્ગ મોંઘા શિક્ષણ અને શિક્ષણના નબળા કાયદા વલણ ના લીધે અભણ છે અને એમજ મોંઘા સ્વાસ્થ્ય સંશાધનો, દવાઓ, ઈલાજ તથા ડોકટરના ખર્ચ ના લીધે લોકો બીમાર અને મોત પામે છે. વિકાસશીલ દેશ માં આ સ્થિતિ વિકાસ ની સાચી પરિભાષા છતી પાડે છે. આજે મેડિકલ વિભાગ માં એડમિશન, ભણતર નો ખર્ચજ ખૂબ થાય છે કે ડોકટર એ ખર્ચ કાઢવા બેફામ ફી અને પૈસા લે છે, લોનો પર ચાલતા ભણતર, બનતી હોસ્પિટલો અને એના યંત્રો, સાધનો, પગાર કાઢવા મજબૂરી માં લૂંટફાટ જેવા સંજોગો બને છે. એમના માથેનો કર્ઝ અને બાકીની જિંદગીમાં પોતાના અને પોતાની પેઢી માટે પણ ભેગું કરવામાં સ્વાસ્થ્ય વિભાગ અતિ મોંઘુ બન્યું છે.પણ જો સાચો વિકાસ થાય અને મૂળિયાં થી બધા ભાવ, ભણતર સરખા બને તો આ વિકાસ સાચા માર્ગે થઈ શકે. 

મોટી મોટી ઇમારતો બનાવી, ખેતી લાયક જમીનો ની અછત, કંપનીઓ ખોલી નદી, નાળા પાણી દૂષિત કરવું, મલ્ટીનેશનલ કંપનીઓ બોલાવી અહીંની વસ્તુઓ ના ભાવ ઓછા કરવા અને કઓલીટી, કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા કરી અહીંના જ વેપાર ને નુકશાન કરવા એ વિકાસ નથી. ઓવરબ્રિજ, મોલ બાંધવાથી ખર્ચ વધે છે. શહેરના લોકો ની આવક વધે તો તે શહેરની સવલતો નો ઉપયોગ કરશે નહીતો દેખાડા માં ખોટા ખર્ચ,લૉન માં ડૂબશે.
મારા મતે સાચો વિકાસ સમાન હક, સમાન અવસર થી મળે છે. બધાનો વિકાસ તો વિકાસ દેશનો.. મારા મતે મેડિકલ વિભાગ માં સરકારે જરૂરી કાયદા અને ભાવ નિયમન લાવવા જોઈએ. બધી જગ્યા એ એક બીમારી ની દવા, ઈલાજ ના સરખા ભાવ રાખવા જોઉયે, ઈલાજ ના મૂળભૂત જરૂરિયાતો નો ભાવ એક સરખો તથા ડોકટરી ફી પણ નિયમન માં લાવવી જોઈએ. આજે  મોટાભાગ ના લોકો દવાઓ, દવાખાના કે સારા ડોકટર પોસાતા ના હોવાથી મરી જાય છે. ભણતર, દવાના ભાવ, મેડિકલ યંત્રો ના ભાવ ઘટે તો ડોકટરો પણ એમના ભાવ, ખર્ચ ઘટાડે.

દેશમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ મફત અથવા તો સૌથી ઓછા ખર્ચે થવો જોઈએ. વિકાસ ની બીજી બાબતો માં ફરજીયાત કરવા જેવી બાબતો હોયતો આજની દરેક નવી ટાઉન પ્લાનનિંગ માં ફ્લેટ કે સોસાયટી માં કંપલસરી મિનિમમ પ્લાન્ટ, વૃક્ષોની વાવણી નો કાયદો લાવવો જોઈએ, દરેક સોસાયટી ના કોમન પ્લોટ માં ગોબર નેચરલ ગેસ પ્લાન્ટ તથા કોમન પ્લોટ માં સોલાર પ્લાન્ટ હોવો જરૂરી કરવો જોઈએ. ભવિષ્યની ચિંતા કરી દરેક ટાઉન પ્લાનનિંગ માં પોતાની પાણી ની ટાંકી અને વરસાદી પાણી સંરક્ષણ અને શુદ્ધિકરણ પ્લાન્ટ નાખવો જોઈએ.

દરેક શહેર ના ક્ષેત્રફળ મુજબ શહેર માં મિનિમમ વૃક્ષો તેના પ્રકાર સાથે તથા શહેરની હદ ની ફરતે મિનિમમ ખેતર તથા પાક ની ખેતી કાયદાકીય કરવી જોઈએ.  શહેરમાં નદી, નાળા પર્યટન સ્થળ બનાવા જેથી લોકો એને ગંદા ના જોઈ શકે અને ગંદા થતા અટકાવે, પશુધન માટે ખાસ જગ્યા અને ખર્ચ કરવા જોઈએ, શહેર ના ઉદ્યોગો, વેપારીઓ અને ઉત્પાદન કર્તા ઓ માટે બહારની કૅમ્પનીઓ કરતા ઓછા ભાવ ની જગ્યા, અને વિશેષ અવસર અને કાયદા બનાવા જોઈએ જેથી દેશ નો વેપારી પહેલા કમાય. 

ઓવરબ્રિજ ની જરૂર છે કે નહીં અને મોલ લોકો ને પોસાશે કે નહીં એ વિચારી શહેર વિકસાવવું જોઈએ. ખોટા ખર્ચ કરી પરોક્ષ રીતે જનતા પર ખર્ચ વધારવા એ વિકાસ નથી. આજે પેટ્રોલ, ડીઝલ ના ભાવ વધારે છે અને ભારત ના વિવિધ સ્થળોનો પર્યટન તરીકે વિકાસ કર્યો છે..લોકો ને પહેલા ત્યાં જવા માટે પેટ્રોલ સસ્તું કરો, ત્યાં જમવા માટે અનાજ સસ્તું કરો, ત્યાં ના બજારો સસ્તા કરો, એક જમાનો એવો હતો કે માણસ એક કરતાં વધારે ઘર બનાવતો હતો અને આજે માણસ ઘર બનાવુ હોય તો  દેવા વગર બનતું નથી. આખી ઝીંદગી ભણતર, ઘર, દવાઓ અને વીમા કરવામાંજ પુરી થઈ જાય છે અને એના માટેજ કમાવાનું બસ. ભૌતિક સુખો નો વિકાસ થયો અને માણસ જીવતા ભુલી ગયો.

મારા હિસાબે તો દેશ માં બધા બે સમય જમે તો વિકાસ, બધા પાસે ઘર હોયતો વિકાસ, બધા ભણી શકે તો વિકાસ, બધા પાસે કામ હોય તો વિકાસ, બધાને ડોકટર અને દવા પોસાય તો વિકાસ...

સુપરમાર્કેટ, મોલ, ઓવરબ્રિજ અને વિદેશી કંપનીઓ આવે એ વિકાસ નથી.
વિકાસ એટલો કરો કે પીઝા પાર્લર દરેક ગામડામાં હોય પણ ત્યાં ના દરેક માણસ ત્યાં દેવા વગર જઇ ખાઈ શકે.
છે ઘણું બધું પણ આટલો તો વિકાસ થવા દો..

_____________________________________
English Translation

Nowadays all countries are moving in the development of development and powerful. As the country progresses, the country will grow. What is the true development? Big big buildings built, long overbridge built, multipex becomes, big big mall and large brands of great brands, large multinational companies and expenses trains, the same development? If you see today's wager, then there is a true development? According to a discussion with a friend of myself, today the general man can earn 100 rupees and save 30 rupees and goes out and 100 rupees in the markets, which is in 70 of the 12th. The development of the remaining physical resources, fun things is to increase the cost only. If the price of petrol, grains, everyday life requirements do not diminish the price of the need, then the general man does not grow, the income of the income is cheaper, which development is cheaper.? Everything in life has become so expensive. The house running in 8000 does not walk without Lewish and stress in 80000. In the concern of all kal .. The teaching of boys became expensive .. Where education is expensive, where there is no money in the development of the development, there will not be the money from education and there will be people who will be poor. The first development department should be done for the true development of the Education Department and Medical Department. Due to these two reasons in the country like India, there is a shortage of active power in spite of the power of such a population. Half country illiterate and ill .. And that means that the remaining 50% of the remaining work is to complete everything .. Today, the big class in the country is unhappproved due to the tendency of expensive education and education, medicines, medicines, In the developing country, this condition reveals the true terminology of development. Today admission in the Medical Department, the cost of learning is very much that the doctor takes place to spend the cost and money, walking on loans, becoming circumstances such as robbery in hospitals and its machines, tools, pay compulsion Health department has become very dearly to gather in their own and its generation in the rest of his life. However, if the correct development is done and all prices from the roots, this development can happen in the true way. Making big big buildings, the lack of farming lands, opening the companies, contaminating the river, contaminating the water, the multinational companies do not develop the prices of things to do the price and raise the questions on the functionality, do not develop the same trade. Overbridge, the cost increases by building the mall. If the city's income increases, it will use the city's facilities, the false costs in the showing, will be drown in lawn. In my opinion, the right development is similar to the same occasion. If everyone develops, the development country. In my opinion, the government should bring the necessary laws and price regulation. All the space should be made to regulate the same and doctors fee of the basic needs of the cure, to keep the same price of the medicine of the treatment of the treatment. Today, people die of medicines, hospitals or good doctors are not posing. Learning, medicine prices, doctors decrease their prices, if the price of medical machines decreases. Health and education in the country should be free or less cost. Things like compulsory in other things in development, Today should bring the law of sowing trees in the flat or society in each new town, the sowing of the trees, Gobber Natural Gas Plant in the Common Plot of Every Society Future of the future should plant the tanks and purification of their water in each Town Planning and the Rainwater Conservation and Purification Plant. According to the area of each city, minimal trees in the city should be cultivated with its type of minimum and minimal farm and crop around the limits. Creating a river, a hiking place in the city so that people can see dirty and prevent dirty, special space and spend for livestock, the location of the price, and a special opportunity for the city's businesses, merchants and product taxes, and Need to overbridge or not and the mall should develop the city that people will spies. It is not a development to increase the costs on the public, indirectly. Today, the price of petrol, diesel has increased and developed as a tourism of various places of India. Patrol cheaper to go there before, there is cheaper in the grain, there was a subcutaneous, a day that the man was making more than one home and today The whole time, home, medicines and insurance are completed and the bus to earn for it. The physical famous growth was developed and man lived. If you go to all the two time in the country, the development of all the home, develops home, if all, develops, develop, if all have work, develops all, doctors and medicine affordable ... does not develop the development of supermarket, mall, overbridge and foreign companies. Develop so much that the pizza parlor is in every village, but every man there can eat without debt. There is a lot to grow so much.

Comments

Popular posts from this blog

EVM(ઇ.વી.એમ)ની પોલ ખોલ.. હવે દૂધનું દૂધ.. પાણીનું પાણી..| How to Investigation of Alleged EVM Scam

આ છે ભવિષ્યના વડાપ્રધાન : ભાગ 1 - This is Next Prime Minister : Part 1