વાંચો,સત્ય એ છે કે આપણે મરી જવાના છે - The Truth is that We will Die.
The Truth is That – We will Die..
મૃત્યુ આવ દોસ્ત,
તને જરા થામી લઉં
જિંદગીમાં કરી મજા બહુ,
આજે તેનો હિસાબ કરી લઉં.”
સત્ય....! સત્ય તો એજ છે કે આપણે એક દિવસ મરવાના...
શું તમે કદી વિચાર્યું છે કે તમે ક્યારે મરવાના છો, પાછળ ફરી જોયું કે કેટલું જીવ્યા? કેટલી જલ્દી જીવન પતી ગયું તે જોયું તમે? અને બાકીની જીંદગી કેટલી બાકી રહી? થોડા સમય પછી તમારા નામનું અસ્તિત્વ પણ નહિ હોય,તમારી ત્રીજી પેઢીને તમારું નામ પણ નહિ ખબર હોય,તમારા છોકરા ના છોકરાઓ ને તમારા મા બાપ વિશે કંઈજ ખબર નહિ હોય અને એમના છોકરાઓ માટે તમે કોણ હશો, તમે નામશેષ થઇ જશો. ગણતરી કરી જુઓ. જવાબ હું આપું – તમે ક્યારે મરશો : કાલે,
આપણે કશું જીવ્યા નથી અને સાચી વાત છે કે કશું જીવી શકવાના પણ નથી ફટફટ આ દિવસો જશે, મહિના, વર્ષો અને આપણે બાળકમાંથી જવાન, જવાનીમાંથી ઘડપણમાં પ્રવેશી જઈશું, કઇજ ખબર નહી પડે. આપણે કોઈક એ બનાવેલ રમકડા છે-જે આવશે કઈક ભેગું કરશે, પેદા કરશે અને બધું મૂકી જતું રહેશે,જિંદગી જીવવા માટે આપણાને આવા શોખરૂપી કામ આપી દીધા છે જેથી આપડે આપડા ૬૦-૭૦-૮૦ વર્ષો કાઢી લઈએ, અને દિવસો માં ગણત્રી કરો તો 70વર્ષ = 25,550 દિવસ અથવા તેનાથી થોડા વધારે દિવસ, અને આ 25000 દિવસ જીવવા અને સવાર સાંજ 600ગ્રામ ખાવા(રોડપતિ હોય કે કરોડપતિ આટલુંજ ખાઈ શકે) કેટલું કમાવું પડે અને કેટલી રાહ જોવી પડે છે? પણ આટલા વર્ષો કામ વગર કંટાળી જવાય એટલેજ આપડાને દિમાગ આપ્યું અને તેમાં શોખ આપ્યા કે આપડે આ પૂરું કરતા જીવન કાઢી લઈએ,વર્ષો વીતશે તેમ તેનું અસ્તિત્વ ભૂલાઈ જશે, અને આપણે ખરેખર હતા-નહતા બરાબર થઇ જઈશું.
મૃત્યુ” એક સત્ય છે. જે હમણાં, કાલે કે ગમે ત્યારે આવવાનુજ છે. આપણે જન્મ લીધો, બાળક બન્યા, કાલે જવાની આવશે, લગ્ન થશે, બાળકો થશે, તેઓના લગ્ન થશે... તે વખત આપણે ઘરડા હોઈશું મૃત્યુની રાહ જોતા હોઈશું. આપણા માતા-પિતા ક્યાં હશે? અને દાદા બા કે જેમની સાથે પ્રેમ મેળવ્યા, તેઓનું અસ્તિત્વ હશે? ના... સત્ય એજ છે કે કોઈક શક્તિના રમકડા બનીને આપણે આયા, સંસાર તો ચાલુ રહેશે, એક પછી એક બધા ગાયબ થઇ જશે. જીવનમાં ખરેખર કાઈ છેજ નહિ, આપણે જન્મ લઈએ છે અને મોટા થઇ જઈએ છે તેમ તેમ આપણા માતા-પિતા, બા-દાદાની વિદાયનો સમય નજીક આવતો જાય છે. આપણે જીવનમાં શું કરીએ છે? રમીએ, ખાઈએ, પીએ, લગ્ન કરીએ, સંસાર માંડીએ, વ્યવહાર કરીએ, કમાઈએ, મિલકત, ઘર, ગાડી વસાઈએ, પ્રસંગો ઉજવીએ, તહેવારોની મજા લઈએ, સુખ-દુઃખ, સુખ-દુઃખ કરતા જીવન પૂરું કરીએ. બસ. છેલ્લે બધું મુકીને, ભૂલીને, વિદાય થઇ જવાનું એજ સત્ય. જયારે આપણા બાળકો ઘરડા થશે ને ત્યારે હકીકતમાં તો તેમના છોકરાના છોકરાઓ આપણ ને કે આપણા માતા-પિતાને ઓળખતા પણ નહિ હોય.
તમે કુંભના મેળામાં હિમાલય પર રહેતા બાવાઓ જોયા હશે. તેમના વિષે સાંભળ્યું હશે આ બાવાઓ, સાધુ પુરુષો સંસાર ત્યાગી, મોહમાયા છોડીને દુર એકલતામાં રહે છે. માત્ર પ્રભુની ભક્તિમાં લીન બને છે. અને છેલ્લે એકલા મૃત્યુ પામે છે.
“જિંદગી ના છે ચાર દિન
ફટફટ વીતી જાય...
આજે બાળક, કાલે જવાની,
પરસો અંતિમ ક્રિયા થાય.”
“મૃત્યુ તો કુદરતનો નિયમ છે, જેમ જીવન છે.
જે ઉગે છે તેને આથમવું પડે છે.
સૂર્યોદય છે તેથી જ તેનો અસ્ત છે,
અંધકાર નો ઉદય નથી અને અસ્ત પણ નથી,
અંધકારનું અસ્તિત્વ છે જ અમરકાળ જેવું,
જેથી જ તેનાથી કોઈ દુર જઈ શકતું નથી
બસ મૃત્યુ પણ દરેક જીવ માટે એક
સનાતન સત્ય છે ,જે ચોક્કસ છે.”
આ સંતો ખરેખર જીંદગી શું છે તેનો અર્થ સમજી ગયા છે. તેઓને પણ ખબર છે આપણે માત્ર એક પ્રાણી છે ફરક એટલે કે આપણે સમજવૃત્તી ધરાવીએ છે, બાકી તો બીજા પ્રાણીઓની જેમ ખાઈ, પી, ફરીને પાછા રાખ બનવાના છે. આ મહાપુરુષો જાણે છે કે ખરા અર્થમાં આપણે કઈ છે જ નહિ, આપે કોઈકના રમકડા છે. અને વધારે કશું કરી શકવાના પણ નથી, તેથી તેઓ દુર એકલતામાં એ શક્તિને શોધે છે જે આપણને બનાવે છે અને વિચારે છે કે કયા કારણ રૂપે આપણને વિકસાવ્યા છે.? તમે આ વાંચી લીધુ ત્યારબાદ આને દર પાંચ વર્ષે વાંચજો, માત્ર આ વિષય ને, તમને ખ્યાલ આવશે પાંચ, પાંચ વર્ષો કરતા આપણે ક્યાં પહોચી ગયા અને આવા પાંચ કરતા કરતા આપણે ક્યાં હોઈશું. આપણા મોજ શોખ, કામ કરવાની વૃત્તિ, આશા-નિરાશા એનો માત્ર આપણા જીવન જીવવાના કારણો છે જેના લીધે આપણે કંટાળીના જઈએ, અને જેથી આપણે આ વિચારી કે સમજીના શકિયે કે એક વ્યક્તિ જીવનમાં શું કરે છે, શા માટે કરે છે. હું – આ પુસ્તક લખવાનું શરુ કર્યું અને આ વિષય પરના આ પાના ઉપર આવ્યો તેને જ જોતજોતામાં પાંચ વર્ષ થવા આવ્યા. પાંચ વર્ષ પહેલા મેં વિચાર્યું પણ ન હતું કે હું આ વિષય પર કઈક લખીશ. લખવાનું શરુ કર્યું ત્યારે બાળક હતો(૧૦માં ધોરણમાં હતો) અને આજે જુવાની ભોગવી રહ્યો છુ, કદાચ આ પુસ્તક લખી રહીશ અને કશેક પ્રકાશિત કરીશ ત્યારે બીજા પાંચ વર્ષ થઇ જશે અને લગભગ સંસાર માંડીને બેઠો હોઈશ.(અત્યારે જયારે આ પુસ્તક નું ટાઈપીંગ કરવા બેઠો છું ને આ લાઈન ટાઈપ કરું છુ ત્યારે ૩૦ વર્ષ નો થઈ ગયો છું.)
(આજે આ સમાચાર પત્રિકા માટે આપું છું ત્યારે આજ રોજ 36 વર્ષ નો છું અને માત્ર આજ કૌશ વાળી લાઇન હમણાં લખી છે.) એટલે તમે સમજ્યા કે આ પુસ્તકની સાથે સાથે હું બાળપણ, જવાની અને કદાચ સંસાર માંડીશ – ત્યાં સુધીનો સફર કરીશ અને બીજા દસ વર્ષ બાદ ઘડપણની રાહ જોતો હોઈશ.
જયારે કોઈ બાળક આ વિષય વાંચશે તો તે કહેશે હજી તો બહુ વાર છે મૃત્યુની, જવાન જુજ યુવક આ વિષય વાંચી કહેશે એક પડાવ ગયો હવે સંસાર માંડવાનો વારો આવશે, કોઈક સંસારી કહેશે કે “હા યાર..! જોતજોતામાં મારા બાળકો થઇ ગયા, હજી ગઈ કાલ સુધી તો મેં મમ્મી-પપ્પાનો દીકરો હતો અને આજે બાપ બની બેઠો, અને જો કોઈ ઘરડા કાકા કે વડીલ આ વિષય વાંચશે તો તે કહેશે કે “હા સાચી વાત છે” અને કદાચ ત્યારે તે આ બધું સમજી શકતા જ હશે. હું પણ આ લખ્યા બાદ વર્ષો પછી નામશેષ થઇ જઈશ. પણ સત્ય તો આજ છે. કોઈ પણ જીવે એ માત્ર રમકડું છે.અને આ વાત દરેક ઘરડું વ્યક્તિ સમજી શકે છે કેમ કે તેમને દુનિયા જોઈ લીધી છે.આ વાત તે સમજે છે કે “આવવાનું અને એક દિવસ જવાનું” – બસ આ સિવાય બીજું કશું કરવાનું કે જોવાનું નથી હોતું.અને એટલે જ દરેક ઘરડું વ્યક્તિ સામેથી કહે છે કે “હવે મોત આવે તો સારું.”
ખરેખર તો કોઈ જાણતું નથી આપણે કેમ જન્મ લઈએ છે, શા માટે બધું ભેગું કરીએ છે, એ પણ નથી જાણતા કે મૃત્યુ બાદ ક્યાં જઈશું અને આપણને વિકસાવનારી શક્તિ કોણ છે, અને જો કોઈ શક્તિ હોય તો “તેને” પેદા કરનારું કોણ છે અને આ બધું થવાનું કારણ શું છે. હું, તમે, જીવન, જન્મ, મૃત્યુ આ બધું માત્ર એક પ્રશ્ન છે. અને માત્ર પ્રશ્ન જ રહેશે. કારણ કે આ બધું લખવાનું પણ કોઈ કારણ નથી, બીજું કઈ નહિ તમે સમજી શકશો આપણા જીવનથી આપણા મૃત્યુની સફર, પણ આ સમજીને પણ કશું થવાનું નથી, ઘરડા થઇ મૃત્યુ ના થાય ત્યાં સુધી બસ વિચારવાનું, એ પણ કારણ વગર, પછી એ વિચાર પણ અહી મૂકી જતા રહેવાનું.
Just chill…અરે... આ તો માત્ર એક સત્ય છે. બહુ વિચારવાનું નહિ. આપણને સંતોષ થાય તેમ મસ્તીથી જીવી નાખવાનું. કેમ કે આ વિષયને કે આ સત્યને તમે રોકી શકવાના નથી અને વિચારી કશું કરી શકવાના નથી.
Don’t worry friends, કેમ કે જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી મારવાના નથી અને મૃત્યુ પછી પ્રશ્ન નથી..
જયારે રમકડા બનીને આવ્યા છે તો રમી લેવાનું..બહુ ચિંતા નહિ કરવાની,,જીવનમાં કમાવાય કે ના કમાવાય..બહુ ચિંતા નહિ કરવાની.. જીવજો એ મહત્વનું છે.
કેમકે........જીવનએ મિથ્યા છે...
(આજે તમારી કેટલી ઉંમર થઇ.......?????????)
For Product buy or details - 7383359121
Article in English
The Truth is That - We will Die
Death come friend
Let me hold you
Have a lot of fun in life,
Let's do it today. "
Truth ....! The truth is that one day we will die ...
Have you ever wondered when you are going to die, look back and see how long you have lived? Did you see how quickly life ended? And how much is left for the rest of life? After a while your name will not even exist, your third generation will not even know your name, your boy's boys will not know anything about your parents and for their boys who you will be, you will become extinct. Try to calculate. Let me answer - when will you die: tomorrow,
We have not lived anything and the truth is that nothing can be lived. These days will go by, months, years and we will go from child to youth, from youth to old age, nothing will be known. We are a toy made by someone - something that will come, something that will come together, produce and keep everything, has given us such a hobby to live life so that we can take out 20-30-60 years, and if you count in days, 70 years. = 25,550 days or a few more days, and how much do you have to earn and how much do you have to wait to live these 25000 days and eat 600 grams in the morning and evening? But after so many years of being bored without work, Atlej gave us a mind and gave us a hobby that if we take out this fulfilling life, its existence will be forgotten as the years go by, and we will be right whether we really were or not.
Death is a fact. Which is coming now, tomorrow or anytime. We were born, we became children, we will go tomorrow, we will get married, we will have children, they will get married ... then we will be old and waiting for death. Where will our parents be? And will Dada Ba, with whom he fell in love, exist? No ... the truth is that we came as a toy of some power, the world will continue, one by one all will disappear. There is nothing really in life, as we are born and grow up, the time of departure of our parents, grandparents is approaching. What do we do in life? Let's play, eat, drink, get married, start a world, deal, earn, own property, house, drive a car, celebrate occasions, enjoy festivals, end a life of happiness, sorrow and happiness. Just. The same truth of leaving everything, forgetting, parting at last. When our children grow old, in fact, their boys don't even know us or our parents.
You may have seen Bawa living in the Himalayas at the Kumbh Mela. You may have heard about them. Only become absorbed in devotion to the Lord. And finally die alone.
“Life is not four days
After a while ...
Baby today, go tomorrow,
The final action takes place the day after tomorrow. ”
“Death is a law of nature, just as life is.
What grows has to wither.
Sunrise is why it sets,
Darkness does not rise or set,
Darkness exists just like eternity,
So that no one can go away from it
Just death is also one for every creature.
There is eternal truth, which is certain.
These saints have really understood the meaning of what life is. They also know that we are just an animal, the difference is that we have understanding, the rest, like other animals, are going to eat, drink, turn back to ashes. These great men know that not only what we are in the true sense of the word, you are someone's toy. And there is nothing more we can do, so in distant loneliness they find the power that makes us and think for what reason we have evolved.? After you read this, read this every five years, only on this subject, you will realize where we have reached in five, five years and where we will be in such five years. Our hobbies, our instincts to work, our hopes and disappointments are the only reasons we live our lives that make us bored, and so that we can think and understand what a person does in life, why. I - started writing this book and came to this page on this subject. Five years ago I didn’t even think I would write anything on the subject. I was a child when I started writing (I was in 10th standard) and I am enjoying watching today, maybe I will write this book and publish something then another five years will pass and I will be sitting around the world (now when I am typing this book). I am 30 years old when I type this line.)
(I am 36 years old today when I give this newsletter today and I have just written this line with this skill.) So you understand that along with this book I will spend my childhood, going and maybe the world - I will travel till then and another ten I will be waiting for old age after years.
When a child reads this subject, he will say that there are still many times of death, a young man will read this subject and say that one camp is over, now it will be the turn of the world, some worldly person will say “Yes man ..! My children were born in Jotjota, until yesterday I was the son of my parents and today I became a father, and if an old uncle or elder reads this subject he will say "yes it is true" and maybe then he will understand all this. Will be able to. I too will become extinct years later after writing this. But the truth is today. Any living being is just a toy. And this can be understood by every old person because they have seen the world. They understand that this is "coming and going one day" - there is nothing to do or see except this. And that is why every old person says in front of the person, "It is better if death comes now."
No one really knows why we are born, why we combine everything, we don't even know where we will go after death and who is the power that develops us, and if there is any power, who is the creator of "it" and all this What is the reason for this? I, you, life, birth, death are all just a question. And the only question will remain. Because there is no reason to write all this, nothing else you can understand from our life to our death journey, but even with this understanding nothing is going to happen, just think until you grow old and die, even without a reason, then that thought is also here Keep going
Just chill… Hey ... this is just a truth. Not much to think about. To live happily as we are satisfied. Because you can't stop this subject or this truth and you can't do anything thinking.
Don’t worry friends, because as long as you live you don’t have to kill and after death there is no question ..
When it has become a toy, it is important to play, not to worry too much, to earn or not to earn in life, not to worry too much.
Because ........ life is a lie ...
(How old are you today ....... ?????????),
Comments
Post a Comment