શુ તમારા ઘરમાં પણ આવુજ છે? - Is your House like this..?
- Get link
- X
- Other Apps
“At Haven Garden Visit” – “સ્વર્ગીય બાગની મુલાકાત” – ક્યાં..?
ઇટોની ચાર દીવાલથી બનાવ્યુ મકાન,એ મકાનને આપણે બનાવ્યું ઘર અને આ ઘરને બધાએ મળીને બનાવ્યું મંદિર. જીવનનું પગથીયું પ્રથમ હોય કે અંતિમ પગલું,પડશે તો ઘરમાં જ પડવાનું છે ને!
આપણું ઘર એજ ‘મંદિર. દુનિયાનો છેડો એટલે ઘર, જીવ આવે ત્યારે ઘરમાં અને જાય ત્યારે ઘરમાં – તો શું ઘર સ્વર્ગ જેવું નથી? આપણી દુનિયા, આપણું સુખ-દુઃખ, આપણે અને આપણા છેલ્લે મળે છે તો અહી જ.
વિશ્વની વાત આવે તો આપણે આપણા દેશને પહેલા ગણીએ, રાજ્યની વાત આવે તો આપણું રાજ્ય અને તેમજ આપણું શહેર, આપણું ગામડું, આપની શેરી, અને આપણું ઘર – આમ પ્રથમ તો આપણા નિવાસસ્થાનને જ મહત્વ અપાય છે ને. ચાર દીવાલ ઉભી કરવા માટે લોકો શું નથી કરતા હોતા, જીંદગી જુગાર છે છતાં તે પત્તા ઉપાડી આ વિસામો બાંધી સંતોષ મેળવે છે. જ્યાં થામો નાખો પણ રાતે તો ઘરની યાદ આવે જ છે ને. મન, મકાન અને જોરુ જીંદગીમાં એકજ વાર બનાવાય, (જોકે હવે તો તે પણ જેટલી વાર કરવું હોય તો થાય છે.)
આવો, જાવ, મળીશું, ચાલોને, રહીશું, રોકાઈ જાવ ને, નથી જવાનું... શબ્દો ક્યારે અને ક્યાં વાપરતા જો ઘર ના હોતું તો! આજે લોકો આ મંદિર નું મહત્વ ભૂલતા જાય છે. એટલે તો કહું છુ કે ચાલો સ્વર્ગની મુલાકાતે લઇ જઉં. ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, વાતચીત, ભાઈ, બહેન, માન, મર્યાદા, પ્રેમ, લાગણી, માં-બાપને નામ-ધામ તમને ક્યાં મળે છે? ઘર માં જ ને! તો...
સ્વર્ગ કોને કહેવાય? જો કોઈ બોલવાવાળું ન હોય, તો વાત કોની સાથે કરશો, આરામ હરામ થઇ જશે, સુખ હોય કે દુઃખ કોને કહેશો, ક્યાં વિચારશો, કોઈને બોલાવશો તો ક્યાં? તમે કહેશો કે બધા પાસે ઘર અને સંબંધીઓ હોય જ ને શું બકવાસ છે? “ના નથી” એમ હું કહું છુ ઘર એવું હોવું જોઈએ કે ત્યાં પહોચતા મનને શાંતિ મળે, આપણે સલામતીની ભાવના થાય, સુખદુખ આવતાની સાથે વહેચાઈ જાય તેવા વ્યક્તિ હોય અને... ‘મકાન’ ઘર કરતા વધુ મંદિર જેવું લાગે. ઘર બધાને વહાલું હોય, જુવોને ઓફીસનો ટાઇમ ૧૦ થી ૫ હોય અને ૫:૩૦ વાગી જાય તો નથી થતું કે ક્યારે ઘરે પહોચીશ. આજે મોડું થઇ ગયું છે. પણ ઘરે જઈને મનને શાંતિ ન મળે, ઘરના વ્યક્તિ એકબીજાને બચકા ભરવા દોડતા હોય અને એમ થાય કે ઓફીસ સારો હતો તો તેવું મકાન શું કામનું. જે છે તેમાં ખુશ રહો, સંતોષ રાખો, પ્રગતિશીલ બનો, મહેનતુ બનો અને ઘરમાં રહો. એ ઘરને મંદિર બનાવો.
લોકો લગ્ન થાય કે છુટા-છેડા થઇ જાય! શું કરવા એમ કરતા હશે, ભેગા રહો અને પેટભરીને જીવો, શું એકલા, મરેલા, ચાર દીવાલોના મોઢા અને ટી.વી.ના ડબ્બા અને પૈસાની હાઈપીટ માં જીવવાનું, થોડું દુઃખ થાય, સુખના સમાચાર મળે, કોઈ ગુસ્સે થાય,કોઈ પાણી આપે, કચકચ થાય, આનંદના આંસુ પડે તેવી જીંદગી હોય તો મજા આવે. પેલું શું ઢોર જેવું એકલા-એકલા ખાવાનું, જડબા હાલાયા કરવાના, એકલું ફરવાનું, કોઈની જોડે બોલવાનું નહિ, મૂંગા પ્રાણીની જેવું. જો એકલા રહેવાની ના નથી પણ સંયુક્ત કુટુંબ ની મજા અલગ છે. પોતાનું કુટુંબ હોય તો પણ ચાલે પણ ઘરમાં શાંતિ હોય તો ઘર કહેવાય.
આપની કોઈ રાહ જુવે, આપણા માટે કોઈ ભૂખ્યું બેસી રહે, લાગણી હોય, ચિંતા કરે – ક્યારે? કોઈ ઘર હોય તો અને એ પણ સ્વર્ગ જેવું હોય તો! એટલે જ તો કહું છુ આપણે રોજ સ્વર્ગની મુલાકાતે નથી જતા? દરેક વ્યક્તિએ પોતાનું સ્વર્ગ બનાવ્યું છે વિચારો પેલા એક સ્વર્ગ જવામાં કેટલી મજા આવે? કેટલી ભીડ હશે? એના કરતા પોતાના સ્વર્ગમાં રહીએ અને આમંત્રણ આપી બીજાને આની મુલાકાત કરાવીએ તો મજા આવે. ઘર એટલે ઘર બીજું બધું જંગલ જેવું છે. આ વાત તદ્દન સાચી છે આપનો સ્વભાવ છે મહત્વ તેને ન આપીએ જે આપની પાસે છે મહત્વ તેને આપીએ કે જે નથી, દુર છે અને એટલે જ મનમાં શાંતિ નથી, આ વાત ઘર પુરતી નથી બધી બાબતે તેમ થાય છે મકાન, છોકરી, પૈસા, માં-બાપ, મિત્ર કે પછી હોય પોતાની જાત બધે જ બીજાને મહત્વ આપીએ છે, ઘર એ ઘર છે એનાથી વિશેષ કશે જોવા ન મળે, જેને અનુભવ છે તે જાણે છે કેમ કે કહેવાય છે ને “અનુભવ શ્રેષ્ઠ શિક્ષક” છે જ્યાં સુધી પોતાના પર ન વીતે ત્યાં સુધી ‘ભેંસ આગળ ભાગવત’ છે, અનુભવીને પૂછો ઘર થી દુર કેમ રહેવાય, કેવી રીતે રહેવાય, ઘર વગર કેવી રીતે રહેવાય, જીંદગીમાં મકાન ઉભું ન કરી શક્ય હોય તેવા ગરીબ ભિખારીના મનને આ વાત મહત્વની છે, પુરમાં તણાઈ ગયેલા ઝુંપડાને જોઈ રડતી આંખો વાળા કોઈ મજુરને આ વાત સમજાય છે.પરિવારથી દુર હોટલના ભાણા પર જીવતા મજુરી કરતા કે નોકરી કરતા વ્યક્તિ આ વ્યથા સમજી શકે છે. કેમ? કેમ કે અનુભવ બોલે છે. બાપના માથે દેવું હોય અને ગામથી શહેરમાં અજાણ્યા માહોલમાં કે પછી એક હોસ્ટેલની રૂમ માં – સવારના કપડા ધોવાની, જમવાનીને ભણવાની ચિંતા સાથે જીવતો એક વીદ્યાર્થી તેના ઘર ને યાદ કરે છે અને જે પ્રેમ કરે છે તે આપણે વિના અનુભવે ન જાણી શકીએ.
મારા લેખનનો વિષય તો માત્ર આપણા ઘર પ્રત્યેના પ્રેમનો છે એમ તો કાઈ અલગ કુટુંબ કરી જતું ન રહેવાય, જીંદગી નીકળી જાય પણ એક મકાન ન હોય અને હોય તો કિંમત ન હોય, તો શું કામનું? ધર્મશાળાની જેમ રહેવાની કાઈ મજા ના આવે અને એમ ના વર્તાય. ઘર એક મંદિર છે એક સ્વર્ગ છે. લોકોના જીવન જતા રહે છે એક મકાન બાંધતા,જો આપની પાસે હોય તો તેને વ્યવસ્થિત સાચવો તેને ચલાવો, તો ઘર કેમ ચલાય તેનું ભાન થશે. મારા વિષયનો ભાર તો માત્ર સુખી ઘર, સુખી કુટુંબ તો સુખી જીવન પરના સિદ્ધાંત પરનો છે. ઘરમાં અશાંતિ હોય, કકળાટ હોય તો ઘરમાં રહેવાનું પણ ન ગમે આતો એક ચોક્કસ વિસામો છે જ્યાં પ્રેમ મળે છે, આરામ મળે છે, સંતોષ મળે છે, નિર્ભયતાની લાગણી મળે છે, જીવનનો સિદ્ધાંત-માર્ગ મળે છે, આપણે મળીયે છે, આપણા મળે છે.
“ઘર તો આપણું સરનામું” છે.
-“અને છેલ્લે સ્વર્ગ ની મુલાકાત તરફ”
રખડતા, રઝળતા, ફાફા મારતા છેલ્લે ઘર તરફ જ જવાનું છે, રોજ સાંજે સુરજ પોતાના ઘરે જાય તોપછી આપણે તો છેલ્લે ઘર તરફ જવાનું જ છેને...
ઘર છે,,પરિવાર છે,,શાંતિ છે..તો તમે સુખી છો..ને તમે સુખી છો તો તમે જીવો છો એવું કહી શકાય બાકી જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.
Article in English
“At Haven Garden Visit” - “Visit to Heaven Garden” - Where ..?
We built a house with four brick walls, we built the house as a house and we built this house together as a temple. If the step of life is the first or the last step, then you have to fall at home!
Our home is the same ‘temple’. The end of the world is home, home when life comes and home when it goes - so isn't home like heaven? This is where our world, our happiness and sorrow, we and our last meet.
When it comes to the world, we count our country first, when it comes to the state, our state and also our city, our village, your street, and our home - so first of all, our residence is given importance. What people don't do to build a wall, life is a gamble, but they get satisfaction by taking the cards and tying these breaths. Wherever you stop, you miss home at night. The mind, the building and the jor are made only once in a lifetime, (although now it happens as many times as you want to do.)
Come, go, meet, let's go, stay, stay, don't go ... when and where to use words if there was no home! Today people forget the importance of this temple. That is to say, let us take a visit to heaven. Eating, drinking, sleeping, talking, brother, sister, respect, limits, love, feelings, parents, where do you find names? Just in the house! So ...
What is heaven called? If there is no one to speak, then with whom will you talk, rest will be forbidden, if there is happiness or sorrow, to whom will you tell, where will you think, where will you call someone? You say that everyone has a home and relatives, what nonsense? "No, no," I say, the house should be such that there is peace of mind when we reach there, we have a sense of security, there is a person who can be shared with happiness and sorrow, and ... a house looks more like a temple than a house. If the house is dear to everyone, if the office hours are 10 to 7 and it is 8:30 am, then I don't know when I will reach home. It's too late today. But going home does not give peace of mind, if the people of the house are running to save each other and if it happens that the office was good, then what is the use of such a building. Be happy in what you have, be content, be progressive, be diligent and stay at home. Make that house a temple.
People get married or get divorced! What to do, stay together and live on a full stomach, living alone, dead, in the mouth of four walls and in the hype of the TV box and money, a little sad, good news, someone gets angry, someone gives water, squeaks If there is a life with tears of joy, it will be fun. Is it like eating a lonely animal, moving its jaws, walking alone, not talking to anyone, like a dumb animal. Not to be alone but the fun of a joint family is different. It works even if you have your own family, but if there is peace in the house, it is called home.
Someone waits for you, someone stays hungry for us, has feelings, worries - when? If there is a house and it is like heaven! That's why I say we don't go to heaven every day? Everyone has created their own paradise Think how much fun it is to go to that one paradise? How crowded will it be? Rather, it would be fun to live in our own heaven and invite others to visit. Home means home, everything else is like a forest. This is totally true. It is your nature. Don't give importance to what you have. Give importance to what is not, far away and that is why there is no peace in the mind. This thing is not enough at home. Whether it is father, friend or self, we give importance to others everywhere, home is home, there is nothing special about it, one who has experience knows because it is said that "experience is the best teacher" unless it is spent on oneself. As long as 'Buffalo is Bhagwat', ask the experienced why to stay away from home, how to live, how to live without a home, this is important to the mind of a poor beggar who can't build a house in life A laborer understands this. A person living or working on a hotel away from his family can understand this grief. Why As experience speaks. Debt is on the head of the father and a student living in an unfamiliar environment from the village to the city or in a hostel room - washing clothes in the morning, worrying about learning to eat, remembers his home and what we love we cannot know without feeling.
If the subject of my writing is only love for our home, then what is the point of not having a separate family, even if life goes away but there is no house and if there is no price, then what is the use? It is not fun to live like an inn and behave like that. The house is a temple is a paradise. People's lives are gone. Building a house, if you have it, save it properly, run it, then you will understand why the house runs. The emphasis of my subject is only on the principle of a happy home, a happy family and a happy life. There is a certain rest where love is found, comfort is found, satisfaction is found, feeling of fearlessness is found, the principle-way of life is found, we meet, we meet.
"Home is our address."
- "And finally to visit heaven"
Wandering, wandering, hitting Fafa, we have to go home at last, every evening Suraj goes to his house, then we have to go home finally ...
There is home, there is family, there is peace..so you are happy..if you are happy you can say that you are living, you are trying to live the rest.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment