કર્ણ : નામ કે આદર્શ?– :Karna : A Name or Beau Ideal.?
"કર્ણ : નામ કે આદર્શ?"
“કર્ણ” – A Name or Beau Ideal.?
મહાભારત ગ્રંથનું પાત્ર કર્ણ
“ માત્ર નામ કે સુંદર આદર્શ?”
“કર્ણ” એક પાત્ર – કે જે પ્રેરણા, આદર્શ નું એક પ્રતિક છે. જેનું નામ અને પ્રીયતા અમર છે. જેના સિદ્ધાંતો, કર્મો અમૂલ્ય છે.
દયા, દાન, પ્રેમ, સહનશીલતા, વ્યક્તિત્વ, પુત્ર, મિત્ર, ભાઈ, વડીલ, ત્યાગ જેવા શબ્દો માટેનો એક ઉત્તમ અને યોગ્ય ઉત્તર સમજાવે તેવું પ્રત્યક્ષ, શ્રેષ્ઠ ઉદાહરણ – “કર્ણ” છે.
મહાભારતનું આ પાત્ર અતિ સંવેદનશીલ અને પ્રીયતાને યોગ્ય હતું. તેના અંગત જીવનની છાપ અતિ લાગણીશીલ હતી. તેની સાથે થતી ઘટનાઓ અન્યાયનો ઉત્તર તે કઈ રીતે આપતો હતો તે બાબત શ્રેષ્ઠ હતી. તેના સિદ્ધાંતો અને કર્મવૃત્તીને કારણે તેનું નામ અમર છે.
“સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે.”
આ વાક્યની સાચી પ્રતીતિ તે પાત્રથી સાચી બને છે. મનુષ્ય જીવનમાં દુઃખ જુવે તો તેને જીંદગીની વ્યાખ્યા સમજાય, તે ખરાબ અવસ્થાનો ઉત્તર શ્રેષ્ઠ આપે તો તે “શ્રેષ્ઠ” બની શકે છે. કેમ કે કઈક બનવા માટે કઈક જવાબદાર હોય છે. અને દરેકની બે બાજુ હોય છે. સિક્કો એક વાર “રાજા” બને તો એક વાર “રાની”, તેમજ સુખ-દુઃખ છે. અને ખરેખરમા તો સહન કરવાની વૃત્તિ જ તમને સારો વ્યક્તિ બનવામાં મદદ કરે છે.
“suffering ennobles you – makes you a batter person.”
“duty is deity” – “કર્તવ્ય બજાવવામાં દૈવત છે.”
કર્ણને માતા હોવા છતાં તે અનાથ રહ્યો, ભાઈઓ હોવા છતાં એકલો રહ્યો, કુટુંબ હોવા છતાં કુળ વિના મરણ પામ્યો, છતાં તે તેના કર્મ અને સિદ્ધાંત ના રસ્તે જ ચાલ્યો. તેણે દુઃખ જોયું છે તેમ નથી પણ તેણે દુઃખનો અનુભવ કર્યો છે.તેથી તે મહાન છે. ત્યાગ, દયા, દાન તો તેના માટે સામાન્ય સિદ્ધાંત હતા. તે એકલો જન્મ્યો ને મૃત્યુ પણ એકલો પામ્યો. જન્મ થી મરણ સુધી માત્ર અન્યાય જ તેના પક્ષમાં હતું. પણ તેણે આ દુઃખના સાગરમાં રહીને પોતાનું અસ્તિત્વ અમર બનાવ્યું. તેનું નામ ગર્વપૂર્ણ છે. માન આપે તેમ છે કેમ કે...
“you don’t become a batter person
Because you are suffering;
But you became a batter person
Because you have
Experienced suffering.”
કર્ણના સિદ્ધાંત મુજબ યજ્ઞ માં હોમેલું અને દાન માં આપેલું તેમનું તેમજ રહે છે. એટલે કે સત્કર્મો કરવાથી કે દાન આપવાથી કીર્તિ અને પ્રેમ અનંતકાળ સુધી પર્યત ટકી રહે છે.અને તેમજ દયા ભાવના પણ છે દયા માત્રથી જ મનુષ્યનું હૃદય પ્રેમાળ બને છે. તે એવી ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને મૂંગો પણ સમજી શકે છે. જીવનમાં ત્રણ વસ્તુ પર સંયમ રાખવો જોઈએ...
આદત : habit – જીભ : tongue – જોશ : force…”
“ક્ષમા ધર્મ છે, ક્ષમા યજ્ઞ છે.
ક્ષમા વેદ છે, ક્ષમા શાસ્ત્ર છે.”
“જે આ વાત જાણે છે તેને માટે બધું ક્ષમાને પાત્ર છે.”
આ પંક્તિ મહાભારતની જ છે. શું કર્ણની જીંદગી વ્યર્થ હતી? કદાચ તેની સાથેના અન્યાયને જુવો તો વ્યર્થ હતી પરંતુ તેના સાથેના કર્મ-સિદ્ધાંતની તરફ દ્રષ્ટિ કરીએ તો અત્યંત જરૂરી હતી અને શ્રેષ્ઠ હતી અને તેથી જ તે અમર છે,
આપણે આપણી જીંદગીમાં શું કર્યું? અને શું કરવાના છે તે વિચાર્યું. એક પણ સિદ્ધાંત જીંદગીની સાંકળ સાથે બાંધ્યો છે. કે જેથી આપણું ઉદાહરણ આપી શકાય. વિચારો કે...,
તમે કોને દાન કર્યું? કેટલું કર્યું? કોને પ્રેમ કર્યો? કેટલો કર્યો? કેવો કર્યો? કોને ક્ષમા કરી? કેટલું પુણ્ય કર્યું? કેટલું પાપ કર્યું? કેટલાને સુખ આપ્યું? ને કેટલાને દુઃખ આપ્યું? કેટલાને શાંતિ અને કેટલાને અશાંતિ આપી? અને ના વિચારી શકતા હોય તો કાઈ નહિ વિચારજો કે માણસ જાતિમાં જ કેમ જન્મ મળ્યો? ગાય, કુતરા કે બિલાડા કેમ નહિ?
કર્ણ એકલો હતો, દુઃખ હતું, કોઈનો સાથ ન હતો.
આપણે...?
“the strongest man on earth is he, who can stand alone”
સૌથી શક્તિશાળી વ્યક્તિ એ છે કે જે દુનિયા માં એકલો ઉભો રહી શકે...
આ પંક્તિ કર્ણએ સાચી પડી છે તેમ કહેવાય. આમ પણ કાઈ કરવું હોય
તો કોઈની જરૂર ન પડે. શ્રેષ્ઠ કરવા માટે પોતે જ આગળ આવવું પડે અને બીજાને શ્રેષ્ઠ બનાવો તો આપોઆપ જ પોતે શ્રેષ્ઠ બની જવાય. દુઃખ જોયા વગર સુખની વાતો ન થાય. મહેનત વગર ફળ ના વિચારાય. શ્રેષ્ઠતા માટે રાહ ના જોવાય. કઈક અનુભવીએ નહિ ત્યાં સુધી તે વસ્તુ માટે આપણે અજાણ છે. અને ત્યાં સુધી આપણને તેની કિંમત પણ નથી હોતી.
આ ધરતી ઉપર કોઈ ઉતરતું નથી, કોઈ પાપી નથી. અને કોઈ સુખી નથી કેમ કે આપણે વ્યર્થ જીવન જીવી રહ્યા છે. આપણા નક્કી કરેલા સિદ્ધાંત એ આપણા માટે જ એક અનોખી રચના છે. અલગ વ્યક્તિત્વ છે. સામાન્ય કરતા ઉપર છે. દયા, દાન, ક્ષમા આ બાબતો આપણા માટે સામાન્ય છે. શું આપણે એટલું ના કરી શકીએ?
જીવો-એવું જીવો કે આપણને આપણા પ્રત્યે માન થાય.”
આજે દરેક વ્યક્તિ ખોટી મોહ-માયા,સુખ-દુઃખના ચક્કરમાં ગોળામટા ખાય છે.
અહી એક કિસ્સો રજુ કરીએ...
એક લેખક છે, અવનવું લખે છે, સભા, સંમેલનો રચે છે. લોકોને સાચા માર્ગો અને અવનવા સિદ્ધાંતોનો પાઠ શીખવે છે. રોજ-બરોજ અનેક ગામોની મુલાકાતે તે નીકળે છે. એક દિવસ તે એક ગામમાં સભા સંબોધવા ગયો.ત્યાના લોકોને દુઃખ બહુ હતું.આ ગામના લોકો થોડા અસંતોષી હોય તેમ લેખકને લાગ્યું. તેને લોકોની સમસ્યાઓ સાંભળી, સમસ્યામા હતું કે એક ની પાસે બે ખેતર તો બીજા પાસે એક, એકની પાસે દસ ગાય-ભેંસ તો બીજા પાસે માત્ર પાંચ, ઘણાને ત્યાં પાંચ છોકરા તો ઘણાને એક દિકરી.માનીએ તો સમસ્યા અથવા તો મસ્તી. કેમ કે અહી લોકો પાસે જીવન જીવવા માટે પુરતું હતું, અનાજ, રહેઠાણ, મકાન અને કુટુંબ,પણ સંતોષ ન હતો. તે લેખકે સભામાં જાહેર કર્યું કે જાવ અને તમારા અને આજુબાજુના ગામની ગલી ગલીમા ફરો અને જ્યાં કોઈ પણ સુખી વ્યક્તિ દેખાય એટલે તેને પૂછીને તેના શર્ટનું ખિસ્સું લઈને આવો અને મને આપો. ગામ લોકો તો નીકળી પડ્યા, શોધખોળ પુરજોશમા ચાલી. જે મળે તે કહે હું દુઃખી છુ. અંતમા એક વ્યક્તિ મળ્યો – અત્યંત ખુશ, પ્રેમાળ, દયાભાવના વાળો, હમેશા ક્ષમા તેનો ઉદ્દેશ, ગામ લોકોએ તેને પૂછ્યું તો તેણે ઉત્તર આપ્યો કે તે ખરા અર્થમા “ખુશ” છે, સુખી છે... પછી ગામલોકોને ખીસ્સાવાળી વાત યાદ આવી કે “સુખી-માણસના શર્ટનું ખિસ્સું લઇ આવજો” પણ... આ સુખી હતો, પણ તેને શરીર પર ઓઢવા કપડા ન હતા, તે વ્યક્તિ માત્ર લુંગીમા હતો, ત્યારે ગામ લોકોને સમજાયું કે “સંતોષ” જ સુખ છે.
“we cannot appreciate light if we have
Not known darkness… nor can
We appreciate warmth if we have
Never suffered from cold.”
માટે દરેક વસ્તુ પામવા માટે તે વસ્તુ સમજવી પડે,તેને અનુભવવી પડે છે.
“યુવાન એજ જે ખીલતો રહે...”
મનુષ્ય એજ જે કર્મ કરતો રહે અને “નામ” એજ જે પર્યત ટકી રહે.
આપણે પોતે અમરના થઇ શકીએ પણ નામ તો થઇ શકે ને? અને નામ ન થાય તો કાઈ નઈ, આપણા અમુલ્ય, અમર સિદ્ધાંતો તો વિસ્તારી શકાય ને... ખોટું શું છે? પેલું કહેવાય છે ને...
“શબ્દ આપણા અસ્તિત્વની ગવાહી છે.”
અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે. તેજ જીંદગી જીવતા શીખવાડે છે.આમપણ કોઈક ભિક્ષુકે આપેલા આશીર્વાદ, કોઈકે વિના સ્વાર્થે માંલકાવેલું મોઢું, કોઈક સાથેની મીઠી વાત, કોઈકના ભીંજવેલા આંસુની વિદાય, કોઈકના ઉમંગથી પર પડેલો પ્રસંગ, કોઈક માટે આપની યાદ – એ આપણા માટે અમુલ્ય છે.
આપણે, આપણાથી, આપણા માટે – સાચવવા જેવા, સ્મરણવા જેવા. અને અમર કાળ જેવા – ‘સિદ્ધાંતો’ છે. આમ પણ ગમે તેવું જીવવાથી શું થાય? શું મળશે?
“કર્ણ” એથીજ નામ નથી આદર્શ નું...!
તે વ્યક્તિ અને તેના વ્યક્તિત્વ પરથી ઘણું બધું નીચોડી શકાય છે. તેનો પડછાયો સુદ્ધા તેનાથી લાંબો થતા વિચારતો હશે. તેના નામમાં આદર્શ છે, માન છે, મહાનતા છે, તે અંદરથી ગમે તેટલો દુઃખી હતો, એકલો હતો પણ તેના ગુણો તેની તકલીફ વિરુદ્ધમાં ઉભા રહી સતત જઝુમતા રહ્યા.
મોતના સમય સુધી તેને અન્યાય, દુઃખ અને એકલતા મળેલી પણ તે શ્રેષ્ઠ – પુત્ર, ભાઈ, મિત્ર અને મનુષ્ય બન્યો.
એટલે જ “કર્ણ” એક જ છે અને એક જ રહેશે...
Article in English
"Karna: Name or ideal?"
“Karna” - A Name or Beau Ideal.?
Karna, the character of the Mahabharata
"Just the name or the beautiful ideal?"
"Karna" is a character - a symbol of inspiration, ideal. Whose name and affection are immortal. Whose principles, deeds are invaluable.
Karna is a real, best example of an excellent and correct answer to words like kindness, charity, love, tolerance, personality, son, friend, brother, elder, renunciation.
This character of Mahabharata was very sensitive and worthy of love. The impression of his personal life was incredibly emotional. What happened to him was the best way he could respond to injustice. His name is immortal because of his principles and deeds.
"Beauty has to be beauty before it can be found."
The true conviction of this sentence becomes true from that character. If a person sees misery in life, he understands the definition of life, if he gives the best answer to bad situations, he can become "the best". Because something is responsible for something happening. And everyone has two sides. Once the coin becomes a "king", it is once a "queen", as well as happiness and sorrow. And it is the endurance that really helps you to be a good person.
"Suffering ennobles you - makes you a better person."
"Duty is deity" - "duty is deity."
Karna was orphaned despite being a mother, living alone despite having brothers, dying without a clan despite having a family, yet he followed the path of his karma and doctrine. It is not that he has seen sorrow but he has experienced sorrow. So he is great. Abandonment, kindness, charity were the general principles for him. He was born alone and died alone. From birth to death only injustice was on his side. But he immortalized his existence by living in this sea of sorrow. His name is proud. Respectfully because ...
“You don’t become a batter person
Because you are suffering;
But you became a better person
Because you have
Experienced suffering. ”
According to the principle of Karna, the burnt offering in Yajna and the given in Dan remain theirs. That is, by doing good deeds or giving alms, fame and love lasts for eternity. And there is also a spirit of kindness. Only kindness makes a human heart loving. It is a language that the deaf can hear and the dumb can understand. There are three things to keep in mind in life ...
Habit: habit - tongue: tongue - vigor: force… ”
“Forgiveness is a religion, forgiveness is a sacrifice.
Forgiveness is the Vedas, forgiveness is the scripture. ”
"Everything is forgivable to him who knows this."
This line is from Mahabharata. Was Karna's life in vain? Maybe it was useless to look at the injustice with him, but if we look at the karma-principle with him, it was very necessary and the best and that is why he is immortal,
What have we done in our lives? And thought of what to do. Even one principle is bound up with the chain of life. So that our example can be given. Think ...
Who did you donate to? How much did you do Who did you love How much did you do How did Who forgave How much good did you do? How much sin did you commit? How many gave happiness? How many have been hurt? How many gave peace and how many gave unrest? And if you can't think, why don't you think why man was born in the race? Why not cows, dogs or cats?
Karna was alone, sad, with no one to accompany him.
We ...?
"The strongest man on earth is he, who can stand alone"
The most powerful person is the one who can stand alone in the world ...
This line is said to be true by Karna. Even so, owning one is still beyond the reach of the average person
So no one is needed. You have to come forward to do your best and if you make others the best, you will automatically become the best. Happiness does not come without seeing sorrow. Don't think of fruit without hard work. Don't wait for excellence. We are unaware of that thing until we experience something. And until then we don’t even have to value it.
No one descends on this earth, no sinner. And no one is happy because we are living in vain. The doctrine we have determined is a unique creation for us. Have different personalities. Above normal. Mercy, charity, forgiveness are common to us. Can't we do more?
Live in such a way that we are respected. ”
Today, everyone is caught up in the cycle of false love, happiness and sorrow.
Let's present a case here ...
Is a writer, writes novels, forms meetings, conventions. Teaches people the lessons of the true ways and new principles. He visits many villages on a daily basis. One day he went to a meeting in a village. The people there were very sad. The writer felt that the people of this village were a little dissatisfied. He listened to the problems of the people, the problem was that one had two farms, the other had one, one had ten cows and buffaloes, the other had only five, many had five boys and many had one daughter. Because the people here had enough to live on, food, shelter, house and family, but not satisfaction. The author announced at the meeting that go and walk in the alleys of you and the surrounding village and wherever a happy person appears, ask him and bring his shirt pocket and give it to me. The people of the village came out, the search was in full swing. Anyone who says I'm sad. In the end I met a person - very happy, loving, compassionate, always forgiving, his purpose, when the villagers asked him, he replied that he is truly "happy", happy ... Bring the pocket of the man's shirt "But ... this was happy, but he did not have clothes to cover his body, the man was only in a lungi, when the villagers realized that" satisfaction "is happiness.
“We cannot appreciate light if we have
Not known darkness… nor can
We appreciate warmth if we have
Never suffered from cold. ”
So in order to inhabit everything, you have to understand that thing, you have to experience it.
"The young age that blooms ..."
The human being is the one who keeps doing karma and the "name" is the one who survives.
We can become immortal ourselves, but the name can happen, can't it? And if there is no name, then nothing, our invaluable, immortal principles can be expanded ... What is wrong? That one is called ...
"The Word is a testimony to our existence."
Experience is the best teacher. The same life teaches living. The blessings given by some monks, the selfless mouth of someone, the sweet talk with someone, the parting of someone's soaked tears, the occasion of someone's ecstasy, your memory for someone - are invaluable to us.
We, from ourselves, for us - like to save, like to remember. And like immortal time - there are 'principles'. What happens to living like this anyway? What will you get
"Karna" is not the name of the ideal ...!
A lot can be squeezed out of that person and his personality. Even his shadow would be thinking of getting longer than that. In his name there is ideal, there is respect, there is greatness, no matter how miserable he was from within, he was alone but his qualities stood against his adversity and kept on fighting.
By the time he died, he had suffered injustice, misery and loneliness, but he became the best - son, brother, friend and human being.
That is why "Karna" is one and the same ...
Comments
Post a Comment